દાહોદ: દાહોદ સ્માર્ટ સિટી તરફ જવા પ્રયાણ કરી રહ્યું છે ત્યારે હાલ પણ દાહોદ શહેરની પરિસ્થિતિ ઠેરની ઠેર છે કારણ કે સ્માર્ટ સિટીના નામ એ માત્ર અને માત્ર મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે તેમ લાગી રહ્યું છે કારણ કે જ્યાં જુઓ ત્યાં જ શહેરના જાહેર માર્ગો તેમજ ગલી મહોલ્લા સોસાયટી જેવા વિસ્તારોમાં અસહ્ય ગંદકી અને કચરાના એ પોતાનું સામ્રાજ્ય રાખતા લોકોમાં એક પ્રકારનો પણ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી પર એક સવાલો પણ ઉઠી રહ્યા છે.
સુખ સુવિધાના નામે દાહોદ શહેરવાસીઓને તંત્ર દ્વારા માત્રને માત્ર મોટા વાયદાઓ અને મોટી મોટી વાતો કરી ગુલબાંગો પોકારવામાં આવી રહી ચૂંટણી સમયે અનેક વાયદાઓ કરતા દાહોદ શહેરના તમામ વોર્ડ ના કાર્યકર્તાઓ જાણે હવે ગાયબ થઇ ગયા છે. સ્થાનિક લોકોની અનેક પડતર સમસ્યાઓ ઠેરના ઠેર છે તંત્રને અને લાગતા વળગતા કાઉન્સીલરોને તમામ વોર્ડના લોકોને અનેક રજૂઆતો કરવા છતાંય કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાની પણ છડેચોક બૂમો ઉઠવા પામી છે ત્યારે અહીં આપણે વાત કરીએ કે દાહોદ શહેરના તમામ ગલી, મહોલ્લા સોસાયટી વિસ્તારોમાં અસહ્ય ગંદકી અને કચરાના એ પોતાનો અડીંગો જમાવી રાખ્યો છે.
ઘણા એવા વિસ્તારોમાં તો ડોર ટુ ડોર કચરા કલેકશન નીકાળ્યો પણ રાબેતા મુજબ અને નિયમિત ન આવતાં દાહોદ શહેર વાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને અસહ્ય ગંદકી જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં તો સ્થાનિકો દ્વારા આ મામલે તંત્ર અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાના પણ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સિટી ના નામે માત્ર ને માત્ર તંત્ર દ્વારા જાણે એકલદોકલ કામ કરી જાહેર જનતાને ભ્રમિત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુખ સુવિધાના નામે હાલ પણ દાહોદ શહેર વાસીઓ વંચિત રહ્યા છે.
હાલ ચોમાસાની ઋતુ આવવાની તૈયારી છે ત્યારે સાફ-સફાઈ મામલે તંત્ર રોગચાળો ન ફેલાય તે બાબતનું ધ્યાન રાખી સાફ સફાઈ અભિયાન હાથ ધરે તે અત્યંત આવશ્યક છે કારણ કે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાવવાની વધુ શક્યતા હોય છે ત્યારે જ્યાં જુઓ ત્યાં ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે ત્યારે સમગ્ર મામલે શહેરમાં સાફ-સફાઈ મામલે તંત્ર ગંભીરતા દાખવે તે અત્યંત આવશ્યક છે. દાહોદને સ્માર્ટ સિટી બનાવવાની માત્ર વાતો કાગળ ઉપર ચાલે છે. જ્યારે વાસ્તવ્કિતા એ છે કે સ્માર્ટ સિટીના ધારા ધોરણ મુજબ એક પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. એ પ્રજાની કમ નસીબીની વાત છે.