વડોદરા: આરોગ્ય તંત્ર છેલ્લા બે દિવસ થી પાણીપુરી પાછળ પડી ગઈ છે ત્યારે આરોગ્ય ના જાણકાર કહે છે કે આ કામગીરી સારી છે પરંતુ શું શહેર મા વેચાતી પાણી પુરી થી જ રોગ ફેલાય છે.તેવા પ્રશ્નો પાલિકા સામે ઉઠ્યા છે.
પરંતુ લારીઓ મા ખુલ્લા માં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોના કારણે તેમજ હોટલો મા બનાવતી ગ્રેવી, વાસી ખોરાક, તેમજ સ્ટોર કરી રાખેલ વિવિધ પ્રકાર ની ચટણીઓ સહિત ની ખાદ્ય સામગ્રી અઠવાડિયા સુધી ગ્રાહકો ને પીરસવામાં આવે છે. તેમજ શહેર મા ઉભરાતી ગટરો, ગંદકી, સફાઈ નો અભાવ રોગચાળો ફેલાવે છે. શું આ બાબતો પાલિકા ના અધિકારીઓ જાણતા નથી સૌ પ્રથમ તો સ્વછતા પર ધ્યાન આપવાની જરૂર છે. જો આ ઝુંબેશ ઉપાડવા મા આવે તો રોગચાળા ને જરૂર નાથી શકાય. માત્ર પાણીપુરી ને ટાર્ગેટ બનાવી વાહવાહી મેળવવા થી રોગચાળો ભગાડી શકાય નહીં. તેમ શહેર ના જાણીતા તબીબો નુ કહેવું છે.
વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવા કે, તાંદલજા, કોતર તલાવડી, ખુશ્બનગર, નસીબ નગર, શ્રીનગર, છાણી કેનાલ રોડ, ક્રિષ્ણા નગર, ટી.પી.-૧૩, માંજલપુર, સાંઇનાથનગર, દરબાર ચોકડી, વાઘોડીયા રોડ વિગેરે વિસ્તારમાં આવેલ પાણી-પુરી બનાવતા ૪૭-યુનીટો તેમજ લારીઓમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર સ્થળોએ મળી આવેલ ૧૩૨-કિ.ગ્રા. અખાધ્ય પદાર્થો જેવાકે બટાકા, ચણા, પુરી, ચટણી વિગેરે તેમજ ૭૦-લિટર પાણી-પુરીનું પાણી મળી કુલ અંદાજીત ૨૦૨-કિ.ગ્રા. અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલ.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ પગલાં ભરાશે
લોકો ના આરોગ્ય સાથે છેડા કરનાર તેમજ સ્વચ્છતા જાળવતા ન હોય તો તે તમામ ફુડ બિઝનેસ ઓપરેટર ઓ સામે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મુકેશ વૈધ -આરોગ્ય અમલદાર
10 દિવસ પાણીપુરી પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ડેપ્યુટી કમિશનરે ફેરવી તોળ્યું
છેલ્લા બે દિવસથી પાલિકાનુ આરોગ્ય વિભાગ શહેર મા રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ પગલાં ભરી રહીયુ છે ત્યારે મહાનગર પાલિકા ના મહિલા ડેપ્યુટીકમિશનરે આજે મીડિયા સમક્ષ વડોદરામા 10 દિવસ સુધી પાણીપુરી પર પ્રતિબંધ ની જાહેરાત કરી દેતા ભારે હલચલ મચી ગઈ હતી. પરંતુ આખરે ડેપ્યુટી કમિશનરે ફેરવી તોળ્યું હતું કે 15 દિવસ સુધી કામગીરી કરાશે જે પાણીપુરી વાળા પાસે થી અખાદ્ય સામગ્રી મળશે તેની સામે પ્રતિબંધ મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું.