Vadodara

એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવાની માત્ર પોકળ જાહેરાતો કરાય છે

વડોદરા: વડોદરા સંસ્કારી નગરી નું બિરુદ મેળવી ચુકી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર મા વિખ્યાત થયું છે. જો વડોદરા મા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની આવન જાવન શરૂ થાય તો વિદેશી મહેમાનો સ્ટેસ્યુ ઓફ યુનિટી જતા પહેલા વડોદરા ની અવશ્ય મુલાકાત ગોઠવે અને તેના કારણે વડોદરા મા રોજગારી ની તકો વિપુલ પ્રમાણ મા ઉભી થાય એમ છે. ઘણા વર્ષો થી વડોદરા એરપોર્ટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવવા ની જાહેરાત થઈ છે પરંતુ આ માત્ર જાહેરાત જ રહી છે. એ મામલે કોઈ કાર્યવાહી કરવા મા આવી નથી.

હાલ ના સાંસદ રંજન બેન ભટ્ટે સાંસદ મા રજુઆત પણ કરી હતી ગૃહમઁત્રી અમિત શાહ વડોદરા વિમાની મથક ખાતે કસ્ટમ એન્ડ ઈમિગ્રેશન ની સુવિધા ને કેન્દ્ર ના ગેઝેટ મા પ્રસિદ્ધ કરેલા પત્ર ને વડોદરા ના સાંસદ સુપ્રત કરેલ. વર્ષ 2016 મા ઇન્ટરિગ્રેટેડ એરપોર્ટ નું લોકાપર્ણ વડાંપ્રધાને કરેલું ત્યારે વડોદરા ના નગર જનો મા આનંદ છવાય ગયો હતો.160 કરોડ નો ખર્ચ કર્યા બાદ આટલા વર્ષો પછી પણ વડોદરા એરપોર્ટ ને ઇન્ટરનેશનલ વિમાની મથક નો દરજ્જો મળ્યો નથી. માત્ર મોટી મોટી જાહેરાતો જ થાય છે. પણ જમીની કામ થતું નથી. વડોદરા એરપોર્ટ નું રનવે હજુ વિદેશ ની વિવિધ ફલાઈટો ને ઉતરવા માટે અનુકૂળ ન હોવાનું કહેવાય છે. હજુ અન્ય જમીન ની જરૂર પડશે જેથી જમીન સંપાદન કરવી પડે તેમ છે માત્ર કસ્ટમ એન્ડ ઈમિગ્રેશન શરૂ કરવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું ન ગણાય.

Most Popular

To Top