વડોદરા: શહેરની વસ્તી હાલ લગભગ 25 લાખ ને પહોંચવાની તૈયારી મા છે. ત્યારે આ વસ્તી પ્રમાણે સરકારી તંત્ર પ્રજાને સુખ સુવિધા આપવા કેટલું તૈયાર છે. વસ્તી પ્રમાણે જોવા જઈ તો શહેર ના નાગરિકો ની આરોગ્ય સુખાકરી માટે આરોગ્ય વિભાગના નિયમો મુજબ એક લાખ ની વસ્તી એ એક ફ્રુડ ઇન્સ્પેક્ટર હોવા જરૂરી છે. વડોદરા ની વસ્તી પ્રમાણે 25 ફ્રુડ ઇન્સ્પેક્ટર હોવા જરૂરી છે. નવાઈ ની વાત એ છે કે હાલ માત્ર 8 ફ્રુડ ઇન્સ્પેક્ટર હોવાથી આજે પાણી પુરી ના દરોડા પાડ્યા છે. હવે તેમના પર કાર્યવાહી કરવા માટે એક વર્ષ નો સમય લાગી જશે.
કારણ કે સ્ટાફ ના અભાવે હવે પાણીપુરી એક વર્ષ સુધી વિના રોકટોક રોગચાળો ફેલાવે તેવી પાણી પુરી એક વર્ષ સુધી ઝાપટી શકશે. જાણવા મળેલી વિગતો મુજબ પાલિકા એ 15 ફ્રુડ ઈંસ્પેક્ટરો ની જગ્યા મંજુર કરી છે. પરંતુ આ જગ્યા હજુ સુધી ભરાય નથી. જેના લીધે પાલિકા નુ આરોગ્ય તંત્ર જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. અને તહેવારો આવે ત્યારે દરોડા પાડે છે. શહેર મા ઠેર ઠેર અખાદ્ય ખોરાક નુ વેચાણ થતું જોવા મળે છે. શહેર આખા મા ખાણીપીણી ની લારીઓ નિયમો ને નેવે મૂકી ને વેચાણ કરતા હોય છે. નાગરિકો ના આરોયોગ્ય સાથે છેડા કરતા હોય છે. પરંતુ કોઈ પગલાં ભરાતા નથી. સ્ટાફ ના અભાવે દેખાવ પૂરતી રેડ કરવામાં આવે છે.
શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પાણી-પુરી વિક્રેતાઓને ત્યાં ચેકીંગ
શહેરમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ તેમજ હાલમાં ચોમાસું ઋતુને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી પાણી-પુરી બનાવતા યુનીટોમાં આકસ્મિક ચેકીંગ કરવા જણાવ્યું હતું.જેથી પાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા ઉકાજીનું વાડિયુ, ખોડીયાર નગર, બ્રમ્હાનગર, વારસીયા પરશુરામનો ભઠ્ઠો, વિસ્તારમાં આવેલ પાણી-પુરી બનાવતા 42 યુનીટોમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રજાના આરોગ્ય સાથે છેડા કરનાર ને છોડાછે નહીં
હાલ પાણી જન્યરોગો ને રોકવા પાણી પુરી સહિત વિવિધ ખાદ્ય સામગ્રી વેંચતા વેપારીઓ ને ત્યાં ચેકિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે. પ્રજા ના આરોગ્ય સાથે છેડા કરનાર કોઈપણ વેપારીઓ ને છોડવામા નહીં આવે આવા લોકો સામે કડક હાથે પગલાં ભરાશે.
-મુકેશ વૈધ, આરોગ્ય અમલદાર