આજના ડિજિટલ યુગમાં હોંશિયાર લોકો પોતાની હોંશિયારી પ્રગટ કરવા નાની મોટી અસંખ્ય વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતાં જોવા મળે છે. ચોકકસ વેબસાઇટ પરથી મંગાવેલી ઇલેકટ્રોનિકસ વસ્તુઓની ખરીદીમાં તો સફળતા મળે છે. પરંતુ રોજબરોજની વસ્તુઓ અને સ્ત્રીઓના શણગારની વસ્તુ અને મેકઅપ સંબંધિત વસ્તુઓની ખરીદીમાં સરેઆમ નિષ્ફળતા મળે છે. ડિજિટલ સ્ક્રિન પર જે વસ્તુ દેખાય છે તેનાથી તદ્દન વિપરીત વસ્તુ ઘરે પાર્સલમાં આવે છે. હવે ખરીદીમાં ‘રિર્ટન’નો ઓપ્શન ન હોય તો ખર્ચેલા નાણાંથી હાથ ધોઇ નાખવા પડે છે અને રિર્ટનની પ્રોસિજરમાં પણ સમય અને શકિતનો બગાડ થાય છે. સમજદાર લોકો આવી ઓનલાઇન ખરીદીથી ચેતે! નહીંતર છેતરનાર કંપનીઓનું ભાવિ તો ધૂંધળું જ છે. ઘણી વાર તો પ્રત્યક્ષ ખરીદીમાં પણ છેતરાઇ જવાતું હોય ત્યાં ઓનલાઇન ખરીદીનો તો સવાલ જ પેચીદો છે.
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓનલાઇન ખરીદી સ્માર્ટનેસ કે પછી છેતરાવાનું સરનામું
By
Posted on