સુરત(Surat) : અડાજણથી આખા ગુજરાતમાં (Gujarat) રમાતા સટ્ટાનું (Betting) વધુ એક નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું છે. તેમાં અંદાજે 49 જેટલા ધારકોને દોઢ કરોડ રકમ સટ્ટામાં લગાડવામાં આવી હોવાનું ઝડપાયું હતું. અડાજણ ખાતે આકાશ ચાંદરાણી (Aakash Chandrani) મુખ્ય બુકી (Bookie) રહેતા તેને પકડવામાં (Arrest) આવ્યો હતો. એક જ અઠવાડિયામાં આ એસએમસીની બીજી મોટી રેડથી સુરત પોલીસની ઊંઘ ઊડી ગઇ છે. આ તમામમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં જ્યારે સટ્ટાના હબ પકડાઇ રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસની ભૂમિકા સામે શંકાની સોય તકાઇ છે.
દરમિયાન આકાશ ચાંદરાણીને આખા ગુજરાતમાં મુખ્ય બુકી તરીકે એસએમસી દ્વારા ડિટેક્ટ કરાયો છે, તેની સ્ટોરી બોલીવૂડ ફિલ્મ જેવી છે. એકાઉન્ટનું સોફ્ટવેર ખરીદવા જનાર આકાશ રમેશ ચાંદરાણીને વિજયભાઇ નામના ઇસમ દ્વારા ક્રિકેટમાં લેઝર બુક 2023 નામનું સોફ્ટવેર આપવામાં આવ્યું હતું. જે આકાશે પાંચ હજારમાં ખરીદી લીધું હતું. આ ઉપરાંત વિજયભાઇના નિધન બાદ તેના તમામ ગ્રાહકો સાથે સંપર્કમાં આવેલા આકાશે પોતે જ બુકીનો ધંધો શરૂ કરી દીધો હતો. આકાશ દ્વારા તેની નીચે કુલ ચાર બુકી અને આ ચાર બુકીની અંદર અન્ય બાર જેટલા સબ બુકી રાખવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીનું નામ
આકાશ રમેશ ચાંદરાણી (લુહાણા) (રહે.,૩૦૨, ગોથીક હેરિટાઇજ, ત્રીજા માળે, એપેક્ષ હોસ્પિટલની સામે, અડાજણ, સુરત શહેર (ક્રિકેટનો સટ્ટો રમાડનાર)
વોન્ટેડ આરોપી
(૧) મયૂર ભાણો (રહે.,ચોરવાડ, વેરાવળ) તથા તેના ગ્રાહકો (૨) ૧૨, (૩) CK ચંન્દ્રકાંત-રાજકોટ, ઓમકાર બુકનું નામ, (૪) CVC, (૫) MY, (૬) DVL, ધવલ -જેતપુર, (૭) સંગમ (રહે.,બોમ્બે), (૮) ABB, (૯) APD, (૧૦) દીપક પટ (રહે.,ચોરવાડ, વેરાવળ) તથા તેના ગ્રાહકો, (૧૧) MTR, (૧૨) PDM, (૧૩) RI, (૧૪) RV રવિ, (૧૫) MD મુકેશ મોર્ડન, (૧૬) MM મેનુભાઇ-રાજકોટ, (૧૭) RE, (૧૮) RM-રામ નામનું ખાતું અને રાજન કાકડ તેનો માલિક, (૧૯) RN, (૨૦) મુન્નાભાઇ (રહે.,પાટણ), (૨૧) દિનેશભાઇ (રહે.,રાજકોટ), (૨૨) શિવમભાઇ (રહે.,જૂનાગઢ) (કટિંગ લેનાર) તથા તેના ગ્રાહકો, (૨૩) JIP, (૨૪) FI, (રપ) અનિલ નવકાર (રહે.,અમદાવાદ) (કિંગ લેનાર), (૨૬) જીતુભાઇ (રહે.,બરોડા), (૨૭) જિગ્નેશ (રહે.,વાપી) તથા તેનો ગ્રાહક, (૨૮) DR, (૨૯) કમલેશભાઇ (રહે.,પાટણ), (કટિંગ લેનાર) તથા તેના ગ્રાહકો, (૩૦) VP, (૩૧) A1, (૩૨) B૦, (૩૩) GL2, (૩૪) KIS, (૩૫) KV, (૩૬) L2, (૩૭) LD2, (૩૮) L૦, લોટસ આઇડી, (૩૯) PRK, (૪૦) મયૂર પટેલ (રહે.,અડાજણ તથા તેના ગ્રાહકો), (૪૧) SG સિંઘમ, (૪૨) SM સંજય મોરબી, (૪૩) S૦, સોનુ-કેસોદ, (૪૪) SR શ્રીરામ-મહેસાણા, (૪૫) SS, (૪૬) SUB, (૪૭) SV, (૪૮) અશ્વિનભાઇ (રહે.,ભાવનગર) તથા તેનો ગ્રાહક, (૪૯) GU, (૫૦) રાધે-અમદાવાદ તથા તપાસમાં નીકળે તમામ.