National

ટ્વિટરની વધુ એક ભૂલ, સરકાર હવે કરશે આકરી કાર્યવાહી

સરકાર સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્વિટરે ( TWITTER) વધુ એક મોટી ભૂલ કરી છે. જેનું પરિણામ માઇક્રોબ્લોગિંગ ( MICROBLOGING) સાઇટે ભોગવવું પડી શકે છે. ટ્વિ઼ટરે ભારતના નક્શા સાથે છેડછાડ કરતા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર ( JAMMU KASHMIR) અને લદ્દાખને ( LADAKH) અલગ દેશ ગણાવ્યો છે. સરકારી સૂત્રો પ્રમાણે સરકાર આ મામલામાં આકરી કાર્યવાહી કરી શકે છે. આ પહેલા ટ્વિટરે લેહને ચીનનો ભાગ ગણાવી દીધો હતો. જેના પર સરકારે વિરોધ નોંધાવી ચેતવણી આપી હતી.

દેશના નવા આઈટી રૂલ્સને માનવામાં આનાકાની કરનાર સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પ્લેટફોર્મે પોતાની વેબસાઇટના ( WEBSITE) કરિયર સેક્શનમાં આ ખોટો નક્શો દર્શાવ્યો છે. ટ્વિપ લાઇફ સેક્શનમાં જોવા મળી રહેલા નક્શામાં જમ્મુ અને કાશ્મીરને અલગ દેશ દેખાડવામાં આવ્યો છે તો લેહને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો છે.

એક યુઝરે ખોટા નકશાને નોટિસ કર્યો
ટ્વિટરનું આ કૃત્ય સૌપ્રથમ સોશિયલ મીડિયા પર @thvaranam નામના યુઝર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ત્યાર બાદથી ટ્વિટર દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાનો ફોટો વાઇરલ થઇ રહ્યો છે. આ પોસ્ટ 28 જૂન 2021ના રોજ સવારે 10:38 વાગ્યે શેર કરવામાં આવી છે. એના પર લખાયેલું છે ટ્વિટર કેરિયર પેજ પર ભારતનો નક્શો.

જણાવી દઈએ કે આવું પ્રથમ વખત નથી થયું કે ટ્વિટર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય. આ પહેલાં 12 નવેમ્બરે પર આવી જ ભૂલ કરી હતી. એ વખતે લદાખને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા કડક કાર્યવાહી બાદ ટ્વિટરે આ મામલે લેખિતમાં માફી માગી હતી. આ લેખિત માફીમાં ટ્વિટરે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય, પરંતુ આ છતાં પણ સાત મહિનાની અંદર બીજી વખત નક્શા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top