Gujarat

અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર પીંખાયો

અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર (Family) વિખેરાયો છે. ગુજરાતમાં ગાંધીનગરના (Gandhinagr) કલોલમાં (kalol) રહેતા એક પરિવારે અમેરિકાની (America) સરહદ ગેરકાયદેથી (border illegal) પાર કરવાના પ્રયાસમાં પોતાનો જીવ ગૂમાવ્યો છે. ત્રણ વર્ષના નાના બાળક અને પત્ની સાથે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ચક્કરમાં પરિવાર વિખેરાય ગયો હતો. અમેરિકામાં ગેરકાયદેથી ઘૂસણખોરીનો આ પહેલા કિસ્સો નથી, આ પહેલા પણ ગેરકાયદે સરહદ પાર કરવાની લાલચમાં આખો પરિવાર વિખેરાયો હતો.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના ગાંધીનગરના કલોલમાં રહેતા બ્રિજેશ કુમાર યાદવ તેના ત્રણ વર્ષના બાળક અને પત્ની સાથે મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે આ ત્રણેય સભ્યો 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલ ઉપરથી પટકાયા હતા. આ ઘટનામાં બ્રિજેશકુમાર યાદવનું મૃત્યુ થયું હતું, તેમજ તેની પત્ની અને માસૂમ પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મેક્સિકો-અમેરિકન દિવાલ, જેને ડોનાલ્ડ ટ્રમ્પ સરહદ દિવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિજેશ યાદવ કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. તે તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેક્સિકો-યુએસ બોર્ડર પર હજારો લોકો કોવિડ રોગચાળાના નિયંત્રણો હટાવવા માટે યુએસ સુપ્રીમ કોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓને આશ્રય મળી શકે. કલોલમાં રહેતો યાદવનો પરિવાર એજન્ટ મારફતે ત્યાં પહોંચ્યો હતો અને ફસાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉત્તર ગુજરાતના 40 લોકોમાં યાદવનો પરિવાર પણ સામેલ હતો. જેઓ તિજુનાથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને સાન ડિએગો પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે યાદવે તેના ત્રણ વર્ષના પુત્ર સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અકસ્માત થયો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, પુત્ર અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે યાદવનો પરિવાર બોરીસણા ગામની ટેલિફોન કોલોનીનો રહેવાસી છે, જે ડીંગુચા ગામથી 14 કિમી દૂર છે. ડીંગુચા એક એવું ગામ છે જ્યાંના અડધા લોકો અમેરિકા ગયા છે. જુલાઈ મહિનામાં પણ મહેસાણાના એક પરિવારને અમેરિકા જવાની ભારે કિંમત ચૂકવવી પડી હતી. 34 વર્ષીય પ્રિયંક પટેલે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશવાના પ્રયાસમાં સલડી ગામ છોડી દીધું હતું, પરંતુ સરહદ પાર કરીને યુએસ જવાના પ્રયાસમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારે પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પટેલ પરિવારે બે એજન્ટની મદદથી અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હતો. પહેલા તેઓ દિલ્હી અને પછી મેક્સિકો પહોંચ્યા હતા.

Most Popular

To Top