Business

સેન્સેક્સ 50000 બોલાયા બાદ, 1 લાખ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે?

એકબાજુ કોવિડ-19નો કકળાટ વિશ્વભરમાં ફરીને વધી રહ્યો છે. ચીન (china) સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર મચી રહ્યો છે, ત્યારે ભારત તેમાંથી ખૂબજ સારી રીતે અને સફળતાપુર્વક બહાર આવી રહ્યું છે. વિશ્વભરના દેશોની નજર આજે ભારત (India) તરફ કેન્દ્રિત થઇ રહી છે અને એ બાબતની જોરદાર ચર્ચા થઇ રહી છે કે ભારતે આ કોરોના મહામારી (pandemic)ની ભયંકર આપત્તિને કેવી રીતે અવસરમાં ફેરવી નાંખી.બધાયને સુવિદિત છે કે ભારત છેલ્લા થોડાંક વર્ષોથી અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યો હતો અને અર્થતંત્ર પાયમાલીની સ્થિતિ તરફ ડામાડોળ થઇને ધસી રહ્યું હતું. બેકારી અન મોંઘવારીમાં ભયંકર અસહ્ય વધારો થયો હતો.

આજે પણ આ પ્રશ્નો નાબુદ નથી થઇ ગયા, પરંતુ તેની તીવ્રતા ઓછી થઇ ગઇ છે. જે અચ્છે દિન આવશે તે વાત હવે આજકાલ અનેક ક્ષેત્રો તેના ચિહ્નો, સંકેત તો જોવા મળે છે તો કેટલાક ક્ષેત્રાં અચ્છે દિન આવી ગયાની પ્રતિતી થઇ રહી છે.આ સુંદર-જવલંત પ્રગતિ (development) મુખ્યત્વે બે-પાંચ ક્ષેત્રોમાં તો આંખે ઉડીને વળગે તેવો છે. એક તો સ્પોર્ટસ ક્ષેત્રે અને તેમાં પણ ક્રિકેટ ક્ષેત્રે. છેલ્લા સપ્તાહમાં જ મંગળવારના રોજ બ્રિસબેનમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પછાડયું ત્યારે દરેક ભારતીયોનું ગૌરવ છલકાતું જોવા મળ્યું હતું.

આ જ છેલ્લા સપ્તાહમાં ગુરૂવારના રોજ ભારતીય શેરબજારે ઇતિહાસ સર્જયો. જ્યાં સેન્સેક્સે પ્રથમ વખત 50000 આંકની સપાટી કૂદાવી. માર્ચ-2020માં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સેન્સેકસ (sensex) ગબડીને 25638ના તળિયે પછડાયો હતો તે સેન્સેક્સ 10 મહિનાના ટુંકાગાળામાં 93 ટકા ઉછળીને 50000ની સપાટી પ્રથમ વખત કુદાવી ગયો.
જુન 2019 કવાર્ટરમાં અર્થતંત્રનો જીડીપી ગ્રોથ રેટ ગબડીને જે 24 ટકા માઇનસ થઇ ગયો હતો, તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને હાલ આઠ ટકા માઇનસ આવી ગયો છે. 2021ના વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ માઇનસમાંથી પ્લસમાં આવવાની ગણતરીઓ મુકાઇ રહી છે.કોર્પોરેટ ક્ષેત્ર જે લોકડાઉનના કારણે ખરાબે ચઢી ગયું હતું, અને શ્રમિકો વતન જતાં રહેતા તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ (social distancing) વગેરેના સરકારી નિયમોના કારણે ઉદ્યોગો-કારખાનામાં ઉત્પાદન શરૂ કરવામાં-વધારવામાં, શ્રમિકોને પાછા લાવવામાં વગેરે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ છ-આઠ મહિનામાં જ કોર્પોરેટ ક્ષેત્રે જે જવલંત કામગીરી દર્શાવી રહ્યું છે. ખર્ચામાં કાપ મુકીને, ઓછા વેચાણ વચ્ચે તે સરાહનીય છે.

ભારતમાં કોરોના મહામારીનો બે-ત્રણ રાજ્યોને બાદ કરતાં હાઉ, ડર એકદમ નીકળી ગયો છે તો બીજી બાજું સૌથી મોટો ફાયદો અકસીર વકેસીન શોધવાનો યશ આજે વિશ્વભરના દેશો ભારતને આપી રહેલ છે. આ નાની સિદ્ધિ નથી, તેનાથી આગળ જઇને ભારતમાં તો રસીકરણ (vaccination) મોટા પાયે ચાલુ થઇ ગયું છે તો નેપાળ, બાગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોને પણ વેકસીન પુરી પાડવા તનતોડ પ્રયત્નો ચાલુ જ છે.બીજી બાજું અમેરિકા બાઇડને પ્રમુખપદે શપથ લઇ લીધા છે અને તેઓની ટીમમાં ભારતીય વંશજોનો જે દબદબો જોવા મળી રહ્યો છે તે જોતાં અમેરિકા (america) અને ભારત વચ્ચેના સંબંધો આવતા બે-ચાર વર્ષમાં સોળે કલાએ ખીલે તો નવાઇ નહિં લાગે.

આમ ભારત અંદર અને બહાર ચારેતરફ આગળ વધી રહ્યું છે અને હવે મહિનાઓ કે વર્ષો સુધી સુધારાઓ અને પ્રગતિના આંકડાઓ માટે રાહ જોવી નહિં પડે. સપ્તાહો અને રોજબરોજ આવા ઉત્તેજનાભર્યા સમાચારો સાંભળવા મળશે.હવે આપણે સેન્સેક્સ 50000ની સપાટીએ પહોંચી ગયો તેની સુંદર અને અપ્રતિમ ઝડપની થોડીક વાતો જાણીએ. 50000 બોલાયા બાદ નફો અંકે કરવા બેઠેલાઓની વેચવાલીના કારણે ઉંચા મથાળેથી 800-900 પોઇન્ટના ઘટાડાની વાત જોઇએ અને બજેટ માથે આવી ગયું છે ત્યારે બજારની હવે પછીની ચાલ કેવી રહેશે તેની ઉપર એક નજર નાંખીએ.

ભારતના અને મુંબઇ શેરબજારના ઇતિહાસમાં સેન્સેક્સે પ્રથમ વખત 50000નો આંકડો કૂદાવ્યો છે એટલે આ ઘટના ખૂબજ મહત્વપુર્ણ ગણી શકાય. 21મી સદીના 2021ના વર્ષના 21માં દિવસે સેન્સેક્સે 50000 પોઇન્ટનું સ્વર્ણિમ શિખર હાંસલ કર્યુ છે. સેન્સેકસની શરૂઆત 1988માં 30 સ્ક્રીપના સમાવેશ દ્વારા બીએસઇ-ઇન્ડેક્સ-સેન્સેક્સની શરૂઆત થઇ હતી. સેન્સીટીવ ઇન્ડેક્સને ટૂંકા સ્વરૂપ તરીકે સેન્સેક્સ ઓળખાતો થયો. 1લી જાન્યુઆરી 1986ના રોજથી સેન્સેકસના આંકડા જાહેર કરવા શરૂ થયા. આ સેન્સેક્સનું બેઇઝ વર્ષ 1989 ગણવામાં આવે છે. 2જી જાન્યુઆરી 1986ના રોજ સેન્સેક્સ 550 હતો. એ ઉલ્લેખનીય છે કે, બીએસઇ સેન્સેક્સ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજને ધ્યાનમાં લઇને શરૂ કરાયો હતો. આ બંને ઇન્ડેક્સમાં ફક્ત લાર્જકેપ કંપનીઓ સામેલ કરાય છે. બંને ઇન્ડેક્સમાં કંપનીઓની સંખ્યા 30ની છે.

આજે બીએસઇ તરીકે આળખાતું આ શેરબજાર 1875માં 318 સભ્યો સાથે નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસીએશન તરીકે સ્થપાયું હતું. પછી 1956માં ભારતમાં પહેલા શેરબજાર તરીકે આ મુંબઇ શેરબજાર એટલે કે બોમ્બે સ્ટોક એકસચેન્જની માન્યતા અપાઇ. 1986માં 30 સ્ક્રીપ સાથેના બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સનો પ્રારંભ થયો. 1990માં દેશમાં પહેલું ઇલેકટ્રોનીક એકસચેન્જ ડીટીસીઇઆઇ બન્યું. 1995માં મુંબઇ શેરબાજરમાં બોલ્ટ ઓનલાઇન ટ્રેડિંગ સીસ્ટમ શરૂ કરાઇ.

એપ્રિલ 1979માં 100ની સપાટીથી સફરની શરૂ કરનાર સેન્સેકસે 1000ની સપાટી 25 જુલાઇ, 1990, 2000ની સપાટી 1992, 4000ની સપાટી માર્ચ 1992, 10000ની સપાટી ફેબ્રુઆરી, 2006, 20000ની સપાટી ડિસેમ્બર, 2007, 30000ની સપાટી 2015, 40000ની સપાટી મે, 2019, 45000ની સપાટી ડિસેમ્બર, 2020 અને 50000ની સપાટી 21મી જાન્યુઆરી, 2021ના રોજ હાંસલ કરી.

સેન્સેક્સ 24 માર્ચ, 2014ના રોજ 25638ની સપાટીએ હતો. મે 2014માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા ત્યારે સેન્સેક્સ 25000 આસપાસ રમતો હતો. મોદીના શાસનકાળમાં છ વર્ષના ટૂંકાગાળામાં સેન્સેકસ 2021માં 50000ની સપાટીને સ્પર્શી ગયો હતો. આમ, મોદીના છ વર્ષના શાસન કાળમાં સેન્સેક્સ બમણો થયો છે. 2019માં મોદી સરકાર ફરી સત્તામાં આવતા સેન્સેકસ 40000 પોઇન્ટની સપાટી કૂદાવી ગયો હતો.

સેન્સેક્સની સફરમાં અનેક ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા છે. આમ છતાં દરેક કડાકા બાદ સેન્સેક્સે નવા રેકોર્ડ બ્રેક આંક જ સર્જેલ છે, જેમ કે 1992માં સેન્સેક્સ 5000ની સપાટીએ હતો. 2006માં 10000ની સપાટીએ, 2007માં 20000ની સપાટીએ, 2015માં 30000, મે-2019માં 40000 અને બે વર્ષથી ઓછી સમયમાં જાન્યુઆરી, 2021માં 10000 પોઇન્ટ વધીને 50000ને કુદાવી ગયેલ છે. આમ, 40000ની સપાટીથી 50000ની સપાટીએ પહોંચતા ફક્ત 74 ટ્રેડિંગ સેસન્સ લાગ્યા છે. આ સપાટીએ પહોંચવામાં ફોરેન પોર્ટફોલિયોનો ફાળો ખુબજ મહત્વનો રહ્યો છે જે ભુલવા જેવું નથી. આ આંક હાંસલ કરવામાં પસંદગીના શેરો જેવા કે એસબીઆઇ, લાર્સન, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એકસીસ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી ટવીન્સ, મહિન્દ્રા, અલ્ટ્રાટેક, એશિયન પેઇન્ટસ, આઇટીસી, વિપ્રો, રિલાયન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ વગેરે અનેક શેરોનો જંગી ફાળો રહ્યો છે.

વિવિધ સાનુકુળ પરિબળોના પગલે ઉભરતા બજારોમાં ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારો માટે હોટ ફેવરિટ પુરવાર થયું છે. જેના કારણે ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી જોવા મળી છે. 2020ના છેલ્લા ત્રણ માસ અને જાન્યુઆરી 21માં વિદેશી રોકાણકારોની ચિક્કાર લેવાલી રહી છે તો સામે ભારતીય સંસ્થાકીય રોકાણકારોની જોરદાર નફારૂપી વેચવાલી રહી છે.
શેરબજારમાં તેજીની સાથે સંકળાયેલા પરિબળોને સતત પ્રોત્સાહન મળી રહે તે માટે એફઆઇઆઇ, ડીઆઇઆઇ કારણભૂત છે. તેટલા જ કારણભૂત સેબી, ફાઇનાન્સ મીનીસ્ટ્રી અને રિઝર્વ બેન્ક પણ છે, તે પણ ભુલવા જેવું નથી.બીજી બાજું કોરોના કાળમાં બચતો અને રોજીંદી આવકો, લોકડાઉનના કારણે ગુમાવનાર લોકોએ શેરબજાર અને સોના-ચાંદીમાં રોકાણ કરવા હાથ અજમાવ્યો અને આ લોકોને સારૂં એવું વળતર મળ્યું છે. સેન્સેક્સે 1000થી 10000 પોઇન્ટે પહોંચવામાં 20 વર્ષ લાગ્યા હતા ને છેલ્લે 40000થી 50000 પહોંચવામાં છ વર્ષ લાગ્યા છે. હવે 50000નો આંક પાર થઇ જતાં લોકોને એક લાખના સેન્સેકસના સપના અત્યારથી જ આવી રહ્યા છે. ઘણા લોકોને 2025 સુધીમાં એક લાખનો આંક પાર થવાના સપના દેખાઇ રહ્યા છે.
1977માં 58 હજાર રીટેઇલ રોકાણકાર હતા તે હવે 4.45 કરોડની સંખ્યાએ પહોંચ્યા છે, તેમાં એક કરોડ રોકાણકારોનો ઉમેરો માર્ચ 2020 પછીના નવ માસમાં જ થયો છે. માર્ચ 2020થી 21 જાન્યુઆરી, 21 સુધીમાં સેન્સેક્સમાં 96 ટકાનો ઉછાળો આવ્યો છે. પરંતુ આ પ્રગતિ એ શેરબજારની 30 મોટી કંપનીઓની પ્રગતિનો જ આંક બતાવે છે. આ આખાય અર્થતંત્રનો ચિતાર રજૂ નથી કરતો, પણ એક મજબૂત સંકેત જરૂર આપે છે.

હવે માથે બજેટ આવી ગયું છે એટલે કરભારણ વધવાનો ભય સતાવી રહ્યો છે. જે સ્ટીમ્યુલસ પેકેજોના કારણે સીસ્ટમમાં રોજબરોજ લીકવીડીટી ઉમેરાતી જતી હતી તે હવે તબક્કાવાર વધારાની લીકવીડીટી પાછી ખેંચવાના દિવસો આવી રહ્યા છે. ભારતમાં વ્યાજના દરો હવે વધુ ઘટવાના ચાન્સ લગભગ પુરા થઇ ગયા છે. શેરબજારોમાં ફાટી નીકળેલ ચોમેર તેજીને ધ્યાનમાં લઇને શેરોના સપ્લાય વધે તેવા કોઇક પગલાં બજેટમાં જાહેર થયા તો નવાઇ નહિં. ગત બજેટમાં પણ આવો પ્રસ્તાવ આવ્યો હતો.બધાયની નજર હવે બજેટ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. સરકારને માથે બજેટમાં અનેક નવી બાબતોને વધુ પ્રાથમિકતાઓ આપવાના દિવસો આવ્યા છે. ચીન-પાકિસ્તાન જોડે ટેન્શન વધતાં સરંક્ષણ ખર્ચ મોટાપાયે વધ્યો છે. બીજી બાજું કોરોના મહામારીના કારણે સરકારનો ખર્ચ આરોગ્ય યોજનાઓ-આરોગ્ય સેવાઓ તથા વેકસીન ખર્ચ વગરે લોકોને આપવાના પ્રોગ્રામને કારણે મોટો ખર્ચ ઉઠાવવો પડશે.

હવે સરકાર કરવેરાનો બોજ વધારશે તો ચીજવસ્તુઓના માગ-પુરવઠા, સપ્લાય ડિમાન્ડને ખૂબજ માઠી અસર પહોંચશે. ફીઝીકલ ડેફિસીટ, બેન્કોની એનપીએમાં મોટા વધારાની શકયતાઓ ડોકાઇ રહી છે. વિકાસ સામેના આ પડકારો સહુને ખબર છે, પરંતુ એફઆઇઆઇએ 2019માં 14.2 બીલીયન ડોલર અને 2020માં 23 બીલીયન ડોલરનું હતું.જો બજેટ શેરબજારને નિરૂત્સાહ પેદા કરશે તો બજારમાં 10 ટકાના રીએકશન-કરેકશનના બદલે 25 ટકા સુધીનો કડાકો બોલી શકે છે અને ઇન્વેસ્ટરોએ તે માટે તૈયારી રાખવી જરૂરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top