નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે ખરાબ. ટેક્નોલોજીએ આપણું જીવન સરળ કરી નાંખ્યુ એ વાતમાં શંકાને સ્થાન નથી.
ટેકનોલોજીને કારણે આવા જ નુકસાનનો એક કિસ્સો મહારાષ્ટ્રમાં (Maharashtra) બન્યો છે. અને બદનસીબે અહીં એક વ્યકતિનો જીવ ગયો છે. મહારાષ્ટ્રના પુણેમાં ગૂગલ મેપને (Google Map) કારણે એક વ્યકિતનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પૂણેમાં રહેતા કોલ્હાપુરના 3 બિઝનેસમેન મહારાષ્ટ્રના સૌથી ઉંચા શિખર કલસુઇ બાઇ શિખર પર ટ્રેકીંગ માટે ગયા હતા.
મળતી માહિતી મુજબ રાત્રે પરત ફરતી વખતે આ લોકોએ ગૂગલ મેપનો સહારો લીધો હતો. ગૂગલ મેપે બતાવેલા રસ્તા પર ગાડી ચાલી રહી હતી અને અચાનક આ ગાડી એક ડેમમાં ખાબકી ગઇ, જેમાં ત્રણમાંથી એક વ્યકતિનું મોત નીપજ્યુ હતુ.
મહારાષ્ટ્રના ધૂલેમાં ટ્રેકિંગ કરીને પરત ફરી રહેલા ત્રણ મિત્રોએ રાતના સમયે કોતુલથી અકોલે વચ્ચે ગૂગલ મેપનો સહારો લીધો હતો. આ રસ્તો પિપંલ ગામ તરફ જાય છે, ગામમાં વરસાદમાં આવેલા પૂર અને ડેમમાં પાણીની આવક વધવાને કારણે આ રોડને થોડા સમયથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે આ વાત ગૂગલ મેપમાં એપડેટ થઇ નહોતી. અને એટલે આ અકસ્માત સર્જાયો હતો. વળી ખુલ્લો રસ્તો હોવાને કારણે કારની ઝડપ વધારે હતી એટલે કાર ચાલક બ્રેક લગાવી શકયા નહીં અને કાર સીધી ડેમમાં ખાબકી. કારમાં ડોર લોક હોવાને કારણે તેઓ સમય પર દરવાજો પણ ખોલી શકયા નહીં
આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોએ પીડબલ્યુ ડિપાર્ટમેન્ટને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે જો પીડબ્લુયુ ડિપાર્ટમેન્ટે (PW Department) અહીં બેરીકેડ લગાવ્યું હોત તો કદાચ આ ઘટનાને બનતી અટકાવી શકાઇ હોત.