સંસદના વિશેષ સત્ર (સપ્ટેમ્બર 18 થી 22, 2023) માટે 31 ઓગસ્ટ, 2023ના રોજ આશ્ચર્યજનક જાહેરાત આવી, જ્યારે કે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝીવ એલાયન્સના (ઈન્ડિયા) પક્ષોની સતત ત્રીજી બેઠક માટે મુંબઈમાં ભેગા થયા હતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની એક સમિતિ 1 સપ્ટેમ્બર, 2023ની સવારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની શક્યતા શોધવા માટે રચવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતાઓ ઔપચારિક બેઠક માટે તૈયાર થઈ રહ્યા હતા તે પહેલાં આ સમાચાર આવ્યા હતા.
પૃષ્ઠભૂમિમાં એવા અહેવાલો હતા કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીના આગામી તબક્કામાં ભાજપને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તેમજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ તેના માટે મુશ્કેલી સર્જાશે જ્યાં 5 ઓગસ્ટ, 2019ના રોજ કરાયેલા બંધારણીય ફેરફારો બાદથી વિધાનસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યું છે અને તે અંગે હાલમાં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા સુનાવણી ચાલી રહી છે.
અને ઈન્ડિયા બ્લોક ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શક્તિ સામે પડકાર ઊભો કરવા માટે એક સુમેળભર્યા જોડાણ તરફ આગળ વધી રહ્યુ્ં છે. મીડિયા અને સોશિયલ મીડિયાનો એક મજબૂત વર્ગ સહિત અન્ય કેટલાંક વિરોધ જૂથના આ ગઠબંધનના મૃત્યુ માટે શોક સંદેશ લખવા ઓવરટાઇમ કામ કરી રહ્યા છે જ્યારે કે ગઠબંધન હજુ પૂર્ણ રીતે વિકસીત પણ થયું નથી. બે આશ્ચર્યજનક ઘોષણાઓ અને તેનો સમય વધુ રસપ્રદ છે. બે અગ્રણી આંતરરાષ્ટ્રીય બિઝનેસ અખબારોમાં પ્રદર્શિત થયેલા તાજા અહેવાલોને પગલે અદાણી-મુદા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા તાજા હુમલા કરવામાં આવ્યાહતા જ્યારે અદાણી જૂથ દ્વારા આ અહેવાલોને સખત રીતે નકારી કાઢવામાં આવ્યા હતા.
તેમ છતાં, ઈન્ડિયાની બેઠકના કલાકો પહેલાંની બે આશ્ચર્યજનક ઘોષણાઓએ રસ પેદા કર્યો હતો, અને તેની પાછળના વાસ્તવિક હેતુ વિશે અટકળો શરૂ થઈ હતી. સંસદના વિશેષ સત્ર વિશે સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે ચોમાસું સત્ર કોઈ અર્થપૂર્ણ ચર્ચા કર્યા વિના જ પૂર્ણ થયું હતું અને સરકારે વિરોધ પક્ષને ટેબલ પર લાવવાના કોઈ દેખીતા પ્રયાસો કર્યા વિના જ ઉતાવળમાં બિલો પસાર કરી દીધા હતા. તો, આ વિશેષ સત્ર શું કામ?
‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ એ ભાજપના મુખ્ય એજન્ડામાંની એક બાબત રહી છે અને અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન પણ તેના પર કામ કરાયું હતું. વડા પ્રધાન તરીકેના તેમના 9 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન મોદીએ પણ અનેક પ્રસંગોએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સંઘ-પરિવારના નેતાઓ દ્વારા અવાર-નવાર જારી કરાયેલા નિવેદનોને બાદ કરતાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.
મોદી-02 શાસનના અંતમાં આ મુદ્દાની શક્યતાની તપાસ કરવા માટે સમિતિની રચના શા માટે કરવી? વિવાદાસ્પદ મુદ્દાઓ પર વ્યાપક સમયમર્યાદામાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે અગાઉ રચના કેમ નહીં કરાઈ? શું બે ઘોષણાઓનો હેતુ વિરોધી પક્ષની એકતા અને અદાણી એપિસોડથી ધ્યાન હટાવવા અને સમાચારોની હેડલાઇન્સ બદલવા માટેનો છે? આ સંદર્ભમાં, એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો મોદી સરકારનો નિર્ણય ધ્યાનથી છટકી શકતો નથી. મે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ બાબત આવી છે.
આનાથી બીજી અટકળોને વેગ મળ્યો છે જો સરકાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સાથે સામાન્ય ચૂંટણીઓનું પણ આયોજન કરી રહી છે. આ અનુમાનની થિયરીમાં એક ઉત્પત્તિ છે કે આમ કરવાથી મોદી-પરિબળ, જે થોડી ચમક ગુમાવવા છતાં હજુ પણ મજબૂત આકર્ષણ ધરાવે છે જો રાજ્ય સ્તરની ચૂંટણીઓમાં નહીં, પણ લોકસભાની ચૂંટણીઓ માટે ચોક્કસ તેમના નામનો લાભ મળશે. તેથી, ‘મોદીની ખ્યાતિ’ પરિબળ સાથે રાજ્ય-સ્તરની શાસન વિરોધી વલણને આવરી લેવા માટે આ તબક્કે બંને ચૂંટણીઓને જોડવું અર્થપૂર્ણ છે.
ચીની ઘુસણખોરી, મણિપુરની વંશીય હિંસા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના ઉત્તર પ્રદેશના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ લગતા કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો, આ પ્રકારના અન્ય પરિબળોની સાથે તીવ્ર મોંઘવારી સામે લોકોના આક્રોશને જોતાં તે અમુક રીતે ગણતરીપૂર્વકનો જુગાર છે. ઓલિમ્પિયન મહિલા કુસ્તીબાજોના સમૂહ દ્વારા તેમની સામે જાતીય સતામણીના ગંભીર આરોપો હોવા છતાં. વિરોધ કરવા માટે મહિલા ખેલાડીઓ માર્ગો પર ઉતરી હોવા છતાં, બ્રિજભૂષણ સિંહ સર્વોચ્ચ પદ પર શાસન કરી રહ્યા હોય તેવું લાગે છે.
આ સમયે, સરકારના બે ઓચિંતા નિર્ણયો માટે એક માત્ર બુદ્ધિગમ્ય કારણ એ જ લાગે છે કે વિપક્ષી એકતાના સફળ પ્રયાસોથી ઉભા થયેલા ઘટનાક્રમ પરથી મીડિયાનું ધ્યાન ખસેડવામાં આવે. મહારાષ્ટ્ર 48 લોકસભા બેઠકો ધરાવતું એક મહત્વનું રાજ્ય હોવાથી અને હવે મુંબઈમાં વિપક્ષની બેઠક યોજાઈ રહી છે તેને જોતા આ બુદ્ધિગમ્ય જાહેરાતો કેટલુંક વાજબીપણું ધરાવે છે.
‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના મુદ્દાને જોવા માટે એક સમિતિના વડા તરીકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની નિમણૂક કરવાનો ભાજપ સરકારનો નિર્ણય પોતે જ રસપ્રદ છે કારણ કે અગાઉ આવું ક્યારેય થયું નથી અને બંધારણમાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી. અગાઉ ક્યારેય કોઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આવી જવાબદારી સોંપવામાં આવી ન હતી કે જેનાથી ગંભીર રાજકીય અસર થઈ શકે. હકીકત એ છે કે આ મુદ્દો પોતે જ પ્રેરિત છે અને રાજકારણ સાથે જોડાયેલો છે. લોકસભાની ચૂંટણીના 6 મહિના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની શું જરૂરી હતી? એવું લાગે છે કે જરૂરિયાત રાજકીય-ચૂંટણીલક્ષી રહી છે. ઘોષણાના થોડા કલાકો પછી, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, કોવિંદના દરવાજે જે ઝડપથી પહોંચ્યા, તે સ્પષ્ટપણે તાકીદને પ્રતિબિંબિત કરે છે. તમામ રીતે જોઈએ તો તે ગભરાટમાં કરાયેલી પ્રતિક્રિયા છે.
અહેવાલો સૂચવે છે કે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અને ભૂતપૂર્વ કેબિનેટ સચિવ આ સમિતિના અન્ય સભ્યો હોઈ શકે છે. ચર્ચાનો આગામી રાઉન્ડ આ વ્યક્તિઓ કોણ હશે તેના પર કેન્દ્રિત થશે. શું તેઓ શાસક વહીવટ સાથે જોડાયેલી જાણીતી વ્યક્તિઓ હશે કે નહીં? તેનાથી એવી અટકળો પણ થઈ છે કે શું સરકાર સંસદના વિશેષ સત્ર દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે કોઈ ખરડો લાવશે. આ માટે જરૂરી છે કે સમિતિએ નિર્ણાયક વિષય પર રાષ્ટ્રવ્યાપી ચર્ચા વિના પખવાડિયામાં તેનો અહેવાલ જમા કરાવવો પડશે. આર્ટિકલ 370 અને 35-એ નાબૂદ કરવાના સમાન મહત્વના મુદ્દાને જે રીતે સરકાર દ્વારા ‘હેન્ડલ’ કરવામાં આવ્યા હતા તે જોતાં તે મુશ્કેલ લાગે છે પરંતુ અશક્ય નથી.
જો વિરોધ પક્ષની એકતાને હરાવવા માટે એક નવી બાબત બનાવવામાં આવે તો પણ આ વલણમાં ખામી દેખાય છે. આવા એકતાના પ્રયાસો કેટલાક સહજ વિરોધાભાસને કારણે ઉંધા માથે પછડાઈ શકે છે અને તે માટે નવી બાબત ઉભી કરવાની કે મીડિયા હેડલાઇન્સમાં ફેરફાર કરવાની જરૂર નથી. જ્યાં સુધી લોકસભાની ચૂંટણીને સમય પહેલાં કરવાની વાત છે ત્યાં સુધી સરકારને તે કરવાનો હક છે. અકાળે લોકસભાનું વિસર્જન કરવા માટે તેને કોઈ સંસદીય મંજૂરીની જરૂર નથી. આ સંદર્ભમાં, એક માત્ર કારણ એ હોઈ શકે છે કે શાસક પક્ષ ઉચ્ચ નૈતિક આધાર લેવા માંગે છે અને સંસદના વિસર્જનની ભલામણ કરતા પહેલા ગૃહના ફ્લોર પર સરકારની સિદ્ધિઓ પર વિશ્વાસ કરવાની બીજી તક ઊભી કરવા માંગે છે. વાત કરવાના કૌશલ્યમાં તેમની નિપુણતાને જોતાં આ હેતુ માટે કેન્દ્રસ્થાન લેવા માટે મોદી કરતાં વધુ સારું કોણ હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.