દાહોદ : દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ બે આરોપી ઝડપી પાડયા હતા. આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા. તેમજ આવી કેટલી નોટો બજારોમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે. રાજયના મોટા શહેરોને છોડી ડ્રગ્સ, નકલી દારુ હોય કે પછી નકલી નોટો હવે ગ્રામ વિસ્તારમાં ગુનેગારો પોતાના અડ્ડાઓ બનાવી રહ્યા છે. હજી દાહોદના છાપરીમાંથી નકલી દારુ બનાવાની મીની ફેકટ્રી ઝડપાવાની શાહી સુકાઈ નથી. ત્યાં તો ઝાલોદ તાલુકાના આંબા ગામના ધુસણીયા ફળીયામાંથી નકલી નોટો બનાવવાના સાધનો સાથે 6 લાખથી વધુની નકલી નોટો પકડી પાડવામાં આવી છે. આમ, લીમડી પોલીસ અને રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે.
બનાવની વિગત વાર વાત કરીએ, તો ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરના અથણીયા પોલીસ મથકની હદમાં આવેલ એક હોટલમાં પરમેશ્વર પાટીદાર હોટલમાં જમવા ગયેલ અને જમ્યા પછી હોટલ માલિકને બીલ પેટે 400 રુપીયા આપેલ. જે હોટલ માલિકને નોટો જોતા આરોપીને માલુમ ન પડે તે રીતે અથણીયા પોલીસને જાણ કરતા પોલીસએ નોટ આપનાર પરમેશ્વરને નાકા બંદી કરી ઝડપી પાડેલ હતો. ત્યાર બાદ વધુ પુછપરછ કરતા આ નોટો ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ઇસમ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવતા રાજસ્થાન પોલીસએ દાહોદ જીલ્લાના લીમડી પોલીસને સંપર્ક કરતા લીમડી પોલીસએ ગુન્હાની ગંભીરતા દાખવી હતી. અને સત્વરે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ધુણસીયા ફળીયામાં રેહતા વિક્રમ મુનીયાના ઘરે છાપો મારતા પોલીસને તેના ઘરેથી પ્રિન્ટર નં 1 પ્રિન્ટરના કારટીસ 10 થી વધુ 6 લાખથી વધુની 2000, 500, 200, 100 ની નકલી નોટો તેમજ નોટ સાઇઝ નામ કટીક કરેલ પેપર એક બોક્સ મળી આવતા એક સમય માટે પોલીસ પણ ચોકી ઊઠી હતી.
લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ બે આરોપી ઝડપી પાડયા હતા. આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા. તેમજ આવી કેટલી નોટો બજારોમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ પી.એસ.આઇ હિમ્મત ભુલકા (રાજસ્થાન પોલીસ) તેમજ પી.એસ.આઇ એમ.એલ.ડામોર લીમડી પોલીસ મથકનાઓ કરી રહ્યા છે. જયારે એક વધુ આરોપી જે પોલીસ રેડ જોઈને ભાગી જવામાં સફળ રહેલ તેને ઝડપથી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમા ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ કોરાનાકાળ પછી ધંધા રોજગાર ઉપર માઠી અસર જોવા મળેલ છે. ત્યારે રાતોરાત પૈસાદાર થવાની ઘેલચ્છા રાખનાર દેશના અર્થતંત્ર ઉપર સીધી અસર થાય તેવા શોર્ટકટ અપનાવા ખચકાતા નથી.