Vadodara

પદ્માવતી શોપિંગ સેન્ટર રોડ પર પાર્કિંગની સમસ્યા કે હપ્તાનું રાજકારણ

વડોદરા: શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર નીચેના રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા અકસ્માત ની ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા થોડા મહિના અગાઉ જ થાંભલા હટાવી દેવામાં આવ્યા હતા. હવે આડેધડ પાર્કિંગને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પદ્માવતી શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા માટે આવતા લોકો પદ્માવતી શોપિંગ સેન્ટર ની નીચે આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે જેના કારણે રસ્તો સાંકળો બની ગયો છે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે અને બીજી બાજુ વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે જ્યારે કોર્પોરેશન નિંદ્રાધીન જોવા મળી રહી છે અને પોલીસ પોતાની નજર સામે જ આ બધુ કેમ ચલાવી લે છે. તે વિચારવાનો પ્રશ્ન છે.

થોડા વર્ષ પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટમાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડીને મલ્ટી સ્ટોરી પાર્કિગ બનાવવા ના હતા. જ્યાં મગલબજાર, નવાબજાર, વાસણ બજાર સહિત ના વાહનો માટે પાર્કિગ સમસ્યા નો હલ માટે બનાવવાના હતા.જે બજેટમાં મૂકવામાં પણ આવ્યું હતું પણ ત્યારબાદ એ પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો હતો.પદ્માવતી શોપિંગ સેન્ટર પાર્કિંગની સમસ્યા ની તો વાત કરવામાં આવે તો વર્ષોથી આ સમસ્યા ચાલી રહી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર બાજુ પાર્કિંગની સમસ્યા ને લઈને ન્યાય મંદિર કોર્ટ ને પણ ઓલ પાદરા રોડ ખાતે ખસેડવામાં આવી હતી છતાં પણ પાર્કિંગ નો પ્રશ્ન હલ થયો ન હતો.હેરિટેજ સીટી બનાવાના નાગરિકોને સપના બતાવવામાં આવ્યા છે.

પથારા વાળા પાસે હપ્તા લેવામાં આવી રહ્યા છૅ. હપ્તા નું રાજકારણ ચાલી રહ્યું છે તેના કારણે આ પાર્કિંગની સમસ્યા નો હલ આવી રહ્યો નથી. જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ તંત્ર જાગે છે અને ત્યાં કાર્યવાહી કરે છે એક બે દિવસ બાદ તેની પરિસ્થિતિ જૈસે થે તેવી થઈ જાય છે .100 વખત આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને 100 વખત આ રસ્તો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો છતાં પણ પાર્કિંગની સમસ્યા નો કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ને લઈને દબાણ દૂર કરવામાં આવ્યા છે છતાં પણ પાર્કિંગની સમસ્યા નો કોઈ નિકાલ આવ્યો નથી જ્યારે પદ્માવતી શોપિંગ સેન્ટર  ની નીચે આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top