Vadodara

18મી જુને PM વડોદરામાં : તંત્ર દ્વારા રૂટ પર નિરીક્ષણ

વડોદરા : ૧૮મી જુને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરનાર હોય ત્યારે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમીશનર શાલીની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા, ભાજપા અધ્યક્ષ વિજય શાહ, તથા તમામ અધિકારીઓ અને હોદ્દેદારો સાથે રહીને વડાપ્રધાન જે રૂટ પર રોડ શો કરવાના છે તે રૂટની સમગ્ર માહિતી એકઠી કરી ને જરૂરિયાત પ્રમાણે અધિકારીઓને તેનું પાલન કરવા સુચનાઓ પણ આપવામાં આવી હતી.

પીએમ મોદી વડોદરા એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ શો રહેણાંક વિસ્તારમાંથી આ રોડ શો નીકળવાનો હોય ત્યારે શહેરના દરેક પદાધિકારીઓ દ્વારા આ રોડ શો પર આવતા તમામ દબાણો, ફેન્સીંગને કલર કામ, ઝાડને ત્રીમીંગ કરવા, રોડ પર પેચ વર્ક, રોડ પર જે ડ્રેનેજના ઢાકણા રરીપેર કરવા તથા રસ્તા પર અવરોધ વીજ થાંભલા કે દબાણો દુર કરવા જરૂરી સુચના જેતે અધિકારીઓને આપવામાં આવી હતી. પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ, ડિવાઈડર પર લાગેલ લોખંડની જાળીઓ પર કલર કામ અને ડિવાઈડર પર કલર કામ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.

વડાપ્રધાનના રોડ શોમાં કોના બાપની દિવાળી ?
પીએમના રોડ શોમાં વડોદરા મહાનગર પાલિકા કરોડો રૂપિયાનાે ખર્ચો કરી રહી છે તેમાં ડિવાઈડર પર લાગેલી લોખંડની ઝાળીઓ જે તૂટેલી છે તેને વેલ્ડીંગનું કામ, તથા જે મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી જાહેર સભા કરવાના છે તેમાં લાખો રૂપિયાના ખર્ચે મશીનો દ્વારા સાફસફાઈ, તથા રોડ પર ફૂટપાથના કામો હોય તે કામો લાખો રૂપિયાના ખર્ચે કરાઈ રહ્યા છે ત્યારે કોના બાપની દિવાળી તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.

રોડ શો રૂટના દબાણો દૂર કરવા સૂચના અપાઈ
રોડ શો પર આવતા તમામ દબાણો, ફેન્સીંગને કલર કામ, ઝાડને ટ્રીમીંગ કરવા, રોડ પર પેચ વર્ક, રોડ પર જે ડ્રેનેજના ઢાકણા રીપેર કરવા તથા રસ્તા પર અવરોધ વીજ થાંભલા કે દબાણો દુર કરવા જરૂરી સુચના જેતે અધિકારીઓને આપવામાં આવી છે. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન
વીજ થાંભલો દૂર કરાયાે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મી જુને વડોદરામાં રોડ શો કરવાના હોવાથી તેમના રૂટ પર અવરોધ રૂપ દબાણ વીજ થાંભલાને પાલિકા તંત્ર દ્વારા આજરોજ દુર કરાયા હતા.

PM રોડ શો સિવાયના વિસ્તારમાં આવે તો સ્માર્ટ સિટીની ખબર પડે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા  પ્રિ મોન્સુનની કામગરી કરવામાં આવી રહી છે. ચોમાસું માથે છે ત્યારે હુજ પણ કેટલાક એવા વિસ્તાર છે જેમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુલું છે. જેમાં સ્થાનિકો દ્વારા કેટલીક વાર પાલિકા તંત્રને જાણ કરી છતાં પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી અને સ્થાનીકો દ્વારા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આપને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો શહેરના ગીચ વિસ્તાર એવો અજબડી, ખોડીયારનગર, કિશનવાડી જેવા વિસ્તારોમાં રોડ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.

જયારે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી હાથ કરવામાં આવી રહી છે પરંતુ અજબડી મિલ વિસ્તારનાં સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્રમોદી જો આવા વિસ્તારમાંથી રોડ શો કરે તો ખબર પડે વડોદરા સ્માર્ટ સીટી કોને કહેવાય અને પાલિકા તંત્ર શું કામ કરે તે ખબર પડે કેમ કે આ જાડી ચામડીના અધિકારીઓને અમારા વિસ્તારની ગંદકીથી કોઈ પણ જાતનો ફરક પડતો નથી. પાલિકા તંત્રને વારવાર રજૂઆત કરવા છતાં પર પાલિકા તંત્ર ઘોર નીદ્ન્રમાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં લોક મુખે ચર્ચા એવી ચાલી રહી છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આપના વિસ્તારમાંથી રોડ શો કરે તો આપના વિસ્તારની ગંદકી એકદમ સાફ થઇ જાય.

Most Popular

To Top