Health

લક્ષણ સામાન્ય પરંતુ ડેલ્ટા કરતા વધુ ચેપી: ઓમિક્રોનને શોધનાર ડોક્ટર તેના વિશે શું કહે છે? જાણો

દિલ્હી: દક્ષિણ આફ્રિકામાંથી (South Africa) મળેલા નવા વેરિયન્ટ(New Variant) ઓમિક્રોનને( Omicron) લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યાં છે. આફ્રિકાના ડોક્ટરનાં જણાવ્યાં અનુસાર કોરોનાનો આ નવો વેરિયન્ટ ઓમિક્રોનનાં દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે, પરંતુ તે ખૂબ ચેપી છે. આ વાયરસથી સંક્રમિત એક દર્દી 35 અન્ય વ્યક્તિને ચેપ લગાડી શકે છે. ઓમિક્રોનથી સંક્રમિત દર્દી ઘરે રહીને જ તેની સારવાર કરી શકે છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. એન્જલિક કોએટ્કજીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યા અનુસાર તેમની પાસે 7 દર્દીઓ આવ્યાં હતા જેમનામાં ડેલ્ટા વેરિયન્ટના અલગ અલગ લક્ષણો જોવા મળ્યા હતા. તેમના જણાવ્યાં અનુસાર તેમની પાસે 18 દર્દીઓ આવ્યા હતા જેમાં માથું દુ:ખવું, શરીર દુ:ખવું જેવા સામન્ય લક્ષણો દર્દીઓમાં જોવા મળ્યા હતાં.

  • સામાન્ય લક્ષણ હોવા છતાં ઓમિક્રોન જોખમી બની રહ્યો છે
  • નિષ્ણાંતઓનાં જણાવ્યા અનુસાર ઓમિક્રન વેરિયન્ટ વ્યક્તિગત રીતે સ્વરૂપ બદલી રહ્યો છે
  • એક સંક્રમિત વ્યક્તિ વધુમાં વધુ લોકોને સંક્રમિત કરી શકે છે
  • નિષ્ણાંતોના અનુસાર વેરિયન્ટ વિશે વધુ માહિતી એકઠી કરવામાં હજુ સમય લાગી શકે છે

ડો. કોએટ્કજીએ સૌ પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટની( Omicron variant) ઓળખ કરી હતી. ડો. કોએટ્કજીના અનુસાર દર્દીઓમાં સામાન્ય વાઈરલ ફીવર (viral fever) જેવાં લક્ષણો જોવા મળે છે અને તેમને હોસ્પિટલની સારવારની જરૂર પડતી નથી. કારણ કે તેમનું ઓકસ્જિન લેવલ ઘટતું નથી અને દર્દીને ટેસ્ટ અને સ્મેલ જતાં નથી. તેથી દર્દીની ઘરે જ સારવાર થઇ શકે છે. ડો. કોએટ્કજીના કહેવા મુજબ અહીં એક અઠવાડિયામાં 8થી10 કોઇ કોરોનાના કેસ નોંધાયા ન હતાં. ત્યાર બાદ અમે ટેસ્ટ કર્યા જેમાં દર્દીઓનાં રિપાર્ટ પોઝિટવ આવ્યાં. ત્યાર બાદ પ્રત્યેક એક દિવસે 3થી 4 દર્દીઓમાં આ જ લક્ષણ જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 ( Covid-19)નો નવો વેરિયન્ટ B.1.1529 ગત અઠવાડ્યે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. WHO વિશ્વ સ્વાસ્થ સંગઠને એને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાનો વિષય જાહેર કર્યો છે. આ નવા વેરિયન્ટનું નામ ઓમિક્રોન આપવામાં આવ્યું છે. ડો. કોએટ્કજી પાસેથી મળતી માહિતી અનુસાર મોટાભાગના દર્દીઓ 40 વર્ષથી વધુની ઉંંમર ધરાવે છે. અને તેમાંથી પણ કેટલાક દર્દીએ વેક્સિન લીધી નથી. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓને ખૂબ જ થાક લાગે છે અને શરીરનો દુ:ખાવો અને માથાનો દુ:ખાવો જેવાં સામાન્ય લક્ષણ જોવા મળે છે. પરંતુ જો જરૂરી જણાય તો જ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

ઓમિક્રનનો ખતરો સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. જેથી સમગ્ર વિશ્વમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. ઓમિક્રનના નવા વેરિયન્ટના કારણે સાઉથ આફ્રિકાથી આવતાં સમગ્ર લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતઓનાં જણાવ્યા અનુસાર વેરિયન્ટ વ્યક્તિગત રીતે સ્વરૂપ બદલી રહ્યો છે. નવો વેરિયન્ટ માણસોનાં પ્રકાર પ્રમાણે બદલી રહ્યો છે. ઓમિક્રન માનવ શરીરનાં પ્રોટિનનાં દરેક ક્ષેત્રેમાં રહેલો છે. અને સતત માનવ કોશિકાનાં સંપર્કમાં છે. એનો મતલબ એ નથી કે તે વધારે જોખમી કે ઓછો જખમી છે. આ ઉંપરાત એ સતત મ્યૂટેટ થઇ રહ્યો છે. કોરોનાવાયરસના સ્પાઇક પ્રોટીનમાં આ પ્રકારમાં લગભગ 30 મ્યુટેશન છે. જેથી તે સરળતાથી લોકોમાં ફેલાવવાની સંભાવના છે. વૈજ્ઞાનિકઆના અનુસાર ડેલ્ટા વેરિયન્ટ અથવા કોઇ બીજા વેરિયન્ટ કરતાં કેટલો જોખમી છે એ માટેનું રિસર્ચ બાકી છે. નિષ્ણાંતોના અનુસાર વેરિયન્ટ વિશે વધુ માહિતી એકઠી કરવામાં હજુ એકથી બે અઠવાડિયાનો સમય લાગી શકે છે.

Most Popular

To Top