Top News

બ્રિટનમાં ઓમિક્રોનના કારણે પ્રથમ મોત: પ્રઘાનમંત્રી બોરિસ જોનસને લોકોને સાવધાન રહેવા કહ્યું

ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે ત્યાં બ્રિટનમાં (Britain) ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોત નીપજયું છે. આ અંગેની જાણકારી બ્રિટનના પ્રઘાનમંત્રી બોરિસ જોનસને (Boris Jonson) આપી હતી સાથે જ તેઓએ જ્ણાવ્યું કે 30 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કોરોના રસીનો બૂસ્ટર (Booster) ડોઝ લઈ લેવો જોઈએ. રવિવારના (Sunday) રોજ બ્રિટનમાં ઓમિક્રોનના કુલ 3,137 કેસ નોંધાયા છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદે (Sajid Javed) જણાવ્યું હતુ કે ક્રિસમસ દરમિયાન ઓમિક્રોનનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં દાખલ થવા વાળા લોકોની સંખ્યા વઘતી રહી છે. સાથે જ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી સંક્રમણના કારણે યુકે સરકારે રવિવારે દેશમાં COVID-19 એલર્ટ લેવલ ત્રણથી વધારીને ચાર કરી દીધું છે. આ ઉપરાંત હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) ની સલાહને ઘ્યાનમાં લઈ યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લૅન્ડના તમામ ભાગોના મુખ્ય તબીબી અધિકારીઓ (CMOs) પોતાનુ એલર્ટ સ્તર વધારી દીઘું છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ વિશે યુકેના વૈજ્ઞાનિકોનો એક રિપોર્ટ બહાર પાડયો છે જેમાં લોકોને ચેતવવામાં આવી રહ્યા છે કે જો પહેલેથી તેઓ સુરક્ષાના યોગ્ય પગલાં નહીં લેશે તો એપ્રિલ 2022 સુધીમાં યુકેમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટને કારણે 25 હજારથી 75 હજાર લોકોનાં મોત થશે. આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) અને દક્ષિણ આફ્રિકાના સ્ટેલનબોશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે ઓમિક્રોન, ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOએ જણાવ્યું કે હાલના આંકડા દર્શાવે છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાથી આ નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે જોખમી બની શકે છે.

ડેઈલીમેઈલે આપેલી માહિતી મુજબ ઓમિક્રોન યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આગામી બે સપ્તાહમાં તે વધુ ભયાનક સ્વરૂપ લઈ શકે તેવી આગાહી છે. યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ ચેતવણી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં આ કેસ 1 મિલિયન સુધી પહોંચી શકે છે. મળતી માહિતી મુજબ રસીના બૂસ્ટર ડોઝએ ઓમિક્રોન સામે અસરકારકતા દર્શાવી છે, પરંતુ લાખો લોકોએ આ ડોઝ લીધો નથી. બ્રિટનમાં ગઈકાલે કોરોનાના 48 હજાર 854 કેસ નોંધાયા હતા જેમાંથી 52 લોકો મૃત્યુ પામયા હતા. બ્રિટનમાં હાલ 11 લાખ 82 હજાર 669 એક્ટિવ કેસ છે. જેમાં 900 લોકોની સ્થિતિ ગંભીર છે.

Most Popular

To Top