SURAT

ઓમિક્રોનનો કેસ નોંધાવા છતાં સુરત મનપા આ દિવસની ઉજવણીના બહાને ઇન્ડોર સ્ટેડિયમમાં હજારોને ભેગા કરશે

સુરત : (Surat) એક બાજુ શહેરમાં કોરોના (Corona) સંક્રમણનો ધીમા પગલે વધારો નોંધાઇ રહ્યો છે. હવે ફરીથી બેકી સંખ્યામાં કોરોનાના રોજીંદા દર્દીઓ નોંધાવા માંડ્યા છે. વરાછા ઝોનમાં ઓમિક્રોનનો (Omicron) દર્દી નોંધાતા સુરતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી નોંધાઇ ચૂકી છે. ત્યારે શહેરીજનોને ભીડ નહીં કરવા અને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સુચના આપતું મનપાનું તંત્ર જ આગામી 24મી તારીખે ઇન્ડોર સ્ટેડીયમમાં હજારો લોકોની ભીડ ભેગી કરી કોરોનાની ત્રીજી લહેરને (Third wave) આમંત્રણ આપવાની તૈયારી કરી રહ્યું છે.

મળતી વિગત મુજબ 25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીનો (Atal bihari vajpayee) જન્મદિવસ હોય તેને સુશાસન દિવસ તરીકે ઉજવવા સરકારનો આદેશ છે. તેથી સુરત મનપા દ્વારા 24મી ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકાના સફાઇ કામદારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો છે. શહેરને સ્વચ્છતામાં સતત બીજા વર્ષે સ્વચ્છતામાં બીજો નંબર હાંસલ કરવામાં સૌથી મોટી ભૂમિકા સફાઇ કામદારોની રહી હોવાથી સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેના માટે ભીડ ભેગી થાય તેવું આયોજન કરાયું છે. 24મીએ ઇન્ડોર સ્ટેડિયમ (Indore stadium) ખાતે સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવનાર છે. જેમાં મનપાના 6500 સફાઇ કામદારોને એક ગિફ્ટ સાથે સન્માનપત્રક આપવામાં આવશે. જો કે તેમાં સફાઇ કામદારોને અલગ-અલગ ગૃપમાં અને બીજા દિવસે પણ સન્માન કરાશે. પરંતુ આ કાર્યક્રમને રાજકીય રૂપ પણ અપાતું હોવાથી ભીડ ભેગી થવાની છે તે નક્કી છે.

Most Popular

To Top