ભારત : ભારત(India) સહિત વિશ્વના 38થી વધુ દેશોમાં કોરોના (COVID-19)ના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)ના કેસ નોંધાયા રહ્યાં છે. દક્ષિણ આફ્રિકા (south Africa)માં સૌ પ્રથમ ઓમિક્રોન(first Omicron case)નો કેસ મળી આવ્યો હતો. હવે આ નવો વેરિયન્ટ અમેરિકા (America), યુકે (UK), યુરોપ (Europe), ભારતમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. યુકેમાં ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ (Community spread)શરૂ થયો છે. યુકેમાં ટ્રાવેલ હિસ્ટ્રી વગરના ઘણા લોકો કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. જે ઘણો ચિંતાનો વિષય છે. યુકેના આરોગ્યમંત્રી સાજિદ જાવિદે (Health Minister Sajid Javid) સંસદમાં કહ્યું કે યુકેમાં હમણાં સુધી ઓમિક્રોનના 336 કેસ નોંધાય ચૂક્યા છે. સાથે જ ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ ઈંગલેન્ડમાં જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડ (England)માં અત્યાર સુધીમાં 261 કેસ નોંધાયા છે. જ્યારે સ્કોટલેન્ડ (Scotland)માં 71, વેલ્સ (Wales)માં 4 કેસ નોંધાયા છે. યુકેના આરોગ્યમંત્રી સાજિદ જાવિદે કહ્યું કે યુકેમાં ઘણા એવા કેસ મળી રહ્યા છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેઓ કયારે યુકેમાંથી બહાર ગયા નથી એવા લોકોમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે અમે આવી પરિસ્થિતિમાં એ તારણ પર પહોંચ્યા છે કે ઈંગલેન્ડનાં અમુક વિસ્તારમાં ઓમિક્રોન વેરિયન્ટ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સમુદાયોમાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અમે ભાગ્ય પર કંઈ પણ છોડતા નથી, જેમ વિશ્વના બાકી વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે, ત્યારે અમે નવા વેરિયન્ટ સામે સંરક્ષણ મજબુત કરવાની રણનિતી તૈયાર કરી રહ્યા છે. નોંધનીય છે કે જાવિદે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં ઉલ્લેખ કર્યો છે કે જેમાં વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે ઓમિક્રોનની સમયમર્યાદા ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ટૂંકી છે. તેમજ હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ વાયરસ કેટલો ખતરનાક છે અને તેની પર રસીની શું અસર થાય છે. તેથી હમણાં કહેવું ઘણુ મુશકેલ છે કે આ વેરિયન્ટથી રીક્વરી થશે કે નહી. મંગળવારથી બ્રિટનમાં રેડ કે નોન રેડ લીસ્ટમાં આવતા દેશમાંથી આવતા મુસાફરોને ફરજિયાતપણે 48 કલાક પહેલાનો પીસીઆર નેગેટિવ રીપોર્ટ બતાવવાનો રહેશે. તેમણે એમ પણ કહ્યું કે બે દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી આરપીસીઆર ટેસ્ટ અને આઇસોલેશન જેવા પગલાં કામચલાઉ છે અને આવતા અઠવાડિયે તેની સમીક્ષા કરવામાં આવી શકે છે. બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વાયરસ કરતા ઝડપથી ફેલાય રહ્યો છે. ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના 23 કેસ નોંધાય ચૂક્યા છે. દેશમાં 5 દિવસમાં 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાના વિષય બની રહ્યો છે. ભારતમાં પ્રથમ બે કેસ કર્ણાટકમાંથી આવી મળી આવ્યા હતા. જેમાંથી એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી હતી જે સાઉથ આફ્રિકાથી આવ્યો હતો અને બીજો દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી ન હતી. તેથી ભારતમાં પણ ઓમિક્રોન વાયરસ કોમ્યુનિટી સ્પ્રેડ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ઓમિક્રોન ઝડપથી ફેલાવા લાગ્યો: યુકેમાં કોમ્યુનિટી સ્પ્રેડના લીધે ચિંતા, ભારતમાં 5 દિવસમાં જ કેસમાં જબરદસ્ત ઉછાળો
By
Posted on