મુંબઇ: ગદર-2ના (Gadar-2) પ્રકોપ વચ્ચે અક્ષય કુમારની (Akshya kumar) ફિલ્મ OMG-2 (OMG-2) ગદર મચાવી રહી છે. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન (Sex education) વિશે એક ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. સેક્સ એજ્યુકેશન વિશે વાત કરતા લોકો અચકાતા હોય છે. આવા જ વિષય પર ભાર આપતા OMG-2માં આ વિશેની સમજણ આપવામાં આવી છે કે શાળાઓમાં સેક્સ એજ્યુકેશનને અભ્યાસક્રમમાં દાખલ કરવું જરૂરી છે. જો કે હવે OMG-2માં દર્શાવવામાં આવેલ સંદેશનો પ્રભાવ પડવા લાગ્યો છે. મુંબઈમાં (Mumbai) કેટલીક શાળાઓએ આનો અમલ કર્યો છે. ઉલ્હાસનગરમાં એક એજ્યુકેશન સોસાયટીએ નિર્ણય કર્યો છે કે તેઓ આ વર્ષથી તેમની શાળાઓમાં સેક્સ એજ્યુકેશનનો અભ્યાસક્રમ દાખલ કરશે.
શાળાના આ નિર્ણય પર અમિત રાયે કહ્યું હતું કે “મારી ફિલ્મ બનાવવાનો હેતુ પૂરો થયો છે. હું ખૂબ જ ખુશ છું કે લોકો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વિષય પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ ભલે વ્યવસાયના દૃષ્ટિકોણથી સારી નથી રહી, પરંતુ અમે ફિલ્મ દ્વારા જે સંદેશ આપવા માંગતા હતા તે પહોંચાડવામાં અમે સફળ થયા છીએ. આપણી આસપાસ થતા ફેરફારો જોવા કરતાં વધુ સંતોષકારક શું હોઈ શકે.”
થોડા દિવસો પહેલા ઉલ્હાસનગરની સિંધુ એજ્યુકેશન સોસાયટીએ ‘ઓહ માય ગોડ 2’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્યોથી લઈને શાળાના શિક્ષકો અને આચાર્યો પણ હાજર રહ્યા હતા. ‘ઓહ માય ગોડ 2’ના ડાયરેક્ટર અમિત રાયે પણ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
OMG-2 અભિનેતા (Actor) પંકજ ત્રિપાઠી (PankajTripathi) પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા (Father) બનારસ ત્રિપાઠીનું (BanarasTripathi) 98 વર્ષની ઉંમરે નિધન (Death) થયું છે. પિતાના મૃત્યુનો અભિનેતાને ઘેરો આઘાત લાગ્યો છે. પંકજ ત્રિપાઠીના પિતા બનારસ ત્રિપાઠીનું તેમના પૈતૃક ગામ બલસંડમાં નિધન થયં છે. પંકજ ત્રિપાઠી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. હાલમાં અભિનેતાના પિતાના મૃત્યુનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પંકજ ત્રિપાઠી અને તેમના પરિવારે અભિનેતાના પિતાના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી છે. નિવેદનમાં કહ્યું કે, ભારે મનથી એ કન્ફર્મ કરવું પડે છે કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવાર હવે રહ્યાં નથી. તેમણે 99 વર્ષનું સ્વસ્થ જીવન જીવ્યું. તેમના અંતિમ સસ્કાર આજે તેમના નજદીકના પરિવારજનોની હાજરીમાં કરાશે. પંકજ ત્રિપાઠી હાલમાં ગોપાલગંજ સ્થિત પોતાના ગામ જવા રવાના થયા છે.