ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી. ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શકી નહોતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું. હવે ભારત મેડલ મેળવવાથી એક પગલું દૂર છે.
ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. જોકે ભારતીય ટીમે હાર ન માની અને અંત સુધી બ્રિટનને જોરદાર ટક્કર આપી. આ રીતે ભારતીય ટીમે મેડલ તરફ વધુ એક પગલું ભર્યું છે. જો ભારત સેમીફાઈનલ જીતવામાં સફળ રહે છે તો તેનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે. ભારતની સેમિફાઇનલ મેચ 6 ઓગસ્ટ મંગળવારે રમાશે.
ભારત અને બ્રિટન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચના ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. બંને ટીમોએ વળતા હુમલા કર્યા, પરંતુ ગોલ કરી શકી ન હતી. આ પહેલા હાફ ટાઈમ સુધી બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો. બીજા ક્વાર્ટરમાં ભારતના અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યું જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. જો કે ભારતે લડત આપી અને હરમનપ્રીત સિંહના શાનદાર ગોલના આધારે લીડ મેળવી, પરંતુ લી મોર્ટને ટૂંક સમયમાં બ્રિટન માટે બરાબરીનો ગોલ કર્યો. બ્રિટન માટે લી મોર્ટને કાઉન્ટર એટેક પર ગોલ કર્યો જ્યારે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને 22મી મિનિટે 10 ખેલાડીઓ સાથે રમતી ભારતીય ટીમને 1-0ની લીડ અપાવી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ સાતમો ગોલ હતો. મેચ રેફરીએ રોહિદાસને ઇરાદાપૂર્વક બ્રિટિશ ખેલાડીના માથામાં હોકી સ્ટિક વડે મારવા બદલ દોષી ઠેરવ્યા અને તેને લાલ કાર્ડ આપીને વિદાય આપી. પેરિસ ઓલિમ્પિકમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીને રેડ કાર્ડ આપવામાં આવ્યું હોય.
પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ કોઈ તેને ગોલમાં ફેરવી શક્યું નહીં. આ દરમિયાન ભારતના ગોલકીપર પીઆર શ્રીજેશે જોરદાર પ્રદર્શન કર્યું અને બ્રિટનના દરેક હુમલાને રોકવામાં સફળ રહ્યો. ભારતે સતત ત્રણ પેનલ્ટી કોર્નર જીત્યા હતા, પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યા ન હતા. ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે ટીમે નોકઆઉટ સ્ટેજમાં પણ તે ગતિ જાળવી રાખવી પડશે. જો ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે તો તે મેડલ તરફ એક પગલું ભરશે.
ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન હરમનપ્રીત સિંહનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું અને તેણે આ મેચમાં બે ગોલ કર્યા. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહ્યો હતો. તે ગોલની સામે દિવાલની જેમ ઉભો રહ્યો અને ઘણા બચાવ કર્યા. ભારતીય લોકો ભારતીય હોકી ટીમ પાસેથી ફરી એકવાર તેમની આગામી મેચ માટે આવાજ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે.