ટકારમા : ઓલપાડ (Olpad )પોલીસે (Police) સુરતથી (Surat) ગુમ (Missing) થયેલા એક રાજસ્થાની બાળકને (Child) શોધી કાઢી બાળકનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.ગત શુક્રવારના રોજ ગણેશ વિર્સજન અન્વયે ઓલપાડ પોલીસમથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ ( Petroling )કરી રહ્યો હતો. દરમિયાન સવારે ૧૧ કલાકના સુમારે ઓલપાડથી કરંજ રોડના કુંભારી ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યું બાળક મળી આવ્યું હતું. જ્યાં બાળક રડતી અવસ્થામાં પોલીસને મળી આવ્યું હતું.પોલીસે તેને શાંત રાખી તેની પૂછપરછ કરી હતી
બાળકને માત્ર તેના ગામનું નામ જ ખબર હતું
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ આ બાળકને પોલીસમથકમાં લઈ આવી હતી. બાળકના નામઠામની તપાસ કરતાં આ બાળકનું નામ કૈલાસ ભેરૂલાલ નારૂલાલ ભીલ હોવાનું જણાયું હતું. જ્યારે આ બાળકને તેના ઘરનું સરનામું પૂછતાં બાળકને માત્ર તેના ગામનું નામ જ ખબર હતું. જેથી પોલીસે તેના વાલી-વારસને શોધવા પોલીસે વોટ્સએપ, ગૂગલ મેપ તથા સોશિયલ મિડીયાનો આશરો લઈ ખાનગી હ્યુમન રિસોર્સમાં બાળકનો ફોટોગ્રાફ્સ વાયરલ કરી તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા.
બાળકનો ફોટો સોશિયલ મિડીયા દ્વારા તેના માં-બાપને બતાવાયો
તપાસ કરતાં આ બાળક રાજસ્થાનનો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી આ બાળકનો ફોટો સોશિયલ મિડીયા દ્વારા તેના માં-બાપને બતાવતાં તેઓએ આ બાળક તેનો પુત્ર હોવાની ઓળખ કરી હતી. આ મામલે બાળકના પિતા કૈલાસ ભેરૂલાલ નારૂલાલ ભીલે પોલીસને જણાવ્યું હતું કે, તેનો પુત્ર આશરે એકાદ મહિના પહેલાં તેના ગામના સંબંધી પન્નાલાલ માંગીલાલ લાલજી ડાંગીને ત્યાં સુરત ફરવા માટે આવ્યો હતો.
રસ્તો ભૂલી જતા તે સુરતથી ઓલપાડ તરફ આવી ગયો હતો
બે દિવસ પહેલા રાત્રીના દસેક વાગ્યેના સુમારે સબંધીના ઘરમાં કોઇને કહ્યા વિના ગણપતિ જોવા માટે નીકળી ગયો હતો. દરમિયાન રસ્તો ભૂલી જતા તે સુરતથી ઓલપાડ તરફ આવી ગયેલ હોવાનું જણાઈ રહ્યું છે. જેથી પોલીસે શનિવારે તેના પિતાને ઓલપાડ પોલીસમથકમાં રૂબરૂ બોલાવી બાળક કૈલાસનો કબજો સોંપ્યો હતો. આ સમયે ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે મિલન થતાં પિતા ભેરૂલાલ ભીલ તથા તેના પરિવારજનોએ અશ્રુભીંની આંખ સાથે આનંદ હર્ષોલ્લાસની લાગણી અનુભવી ઓલપાડ પોલીસની કામગીરીને બીરદાવી પ્રસંશા કરી હતી.