સાયણ: (Sayan) ઓલપાડના દેલાડ ગામની હદમાં ચીકુવાડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. ગામનો લીસ્ટેડ બુટલેગર (Bootlegger) વિદેશી દારૂનો (Alcohol) જથ્થો સગેવગે કરે તે પહેલા એલસીબી પોલીસ પહોંચી જતા બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો અને કાર મુકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા.
- ઓલપાડના દેલાડ ગામનો લીસ્ટેડ બુટલેગર પોલીસને જોઈને બે લાખ ઉપરાંત નો વિદેશી દારૂ તથા કાર મુકી સાથી બુટલેગરો સાથે ફરાર
- દેલાડ ગામની હદમાં અનિલભાઈની ચીકુવાડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી શાખાની પોલીસ ટીમ ગત્ રાત્રે સુરત જિલ્લા વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે દેલાડ ગામના લિસ્ટેડ બુટલેગર અજય ઘેલાભાઈ વાઘેલાએ દેલાડ ગામની હદમાં અનિલભાઈની ચીકુવાડીના ખેતરમાં વિદેશી દારૂ ઉતારેલ છે અને ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. પોલીસે દેલાડ ગામની સીમમાં ચીકુવાડીમાં તપાસ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી આશરે 2,07,600 કીંમતની 1284 બોટલ તથા મારૂતિ કંપનીની કાર નંબર (GJ-15- CH-9148) કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ 3,57,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વિદેશી દારૂ ઉતારનાર અજય ઘેલાભાઈ વાઘેલા, વિદેશી દારૂ લાવનાર કારચાલક તથા બીજો અજાણ્યો બુટલેગર અંધારા નો લાભ લઈ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. પોલીસે માલ મોકલનાર સહિત ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢ કનાળા ગામેથી રૂ. ૮૯,૨૮૦નાં મુદ્દામાલ સાથે ૬ જુગારીયાઓ ઝડપાયા
વ્યારા: સોનગઢનાં કનાળા ગામની સીમમાં મીંઢોળા નદી ઉપર આવેલ પુલનાં પીલરની બાજુમાં તા.૦૪/૦૯/૨૦૨૩નાં રોજ સાંજે ૫:૩૦ વાગ્યાનાં અરસામાં જુગાર રમતા ૬ ઇસમોને પોલીસે રોકડ રૂ. ૧૨,૭૮૦, ૪ મોબાઇલ કિ.રૂ. ૬,૫૦૦ તેમજ ત્રણ મોટર સાયકલ કિ.રૂ. ૭૦ હજાર સાથે મળી કુલ્લે રૂ. ૮૯,૨૮૦નો મુદ્દામાલ રંગેહાથ ઝડપી તમામ વિરૂધ્ધ જુગાર ધારા એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા જુગારીયાઓ: નરેશ ભુલજીભાઇ ગામીત, સુલતાન ઉકાજી ગામીત (ઉ.વ.૫૬)(બંને રહે.નદી ફળીયુ, કનાળા ગામ, તા.સોનગઢ, જી.તાપી), ઇશ્વર ઉર્ફે પોસલા દુકાડીયાભાઇ ગામીત (ઉ.વ.૫૦)( રહે.ભાઠી ફળિયુ, ચોરવાડ,તા.સોનગઢ, જી.તાપી), રામસીંગ નરોત્તમભાઇ ગામીત (ઉ.વ.૩૩)(નિશાળ ફળીયુ ચોરવાડ, તા.સોનગઢ, જી.તાપી), સુરેશ ચંપકભાઇ ગામીત (ઉ.વ.૩૧), કમલેશ હીરાભાઈ ગામીત (ઉ.વ.૫૧)(બંને રહે.કુવા ફળીયુ, ચોરવાડ, તા.સોનગઢ, જી.તાપી)