ઓલપાડ: (Olpad) ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની (Village) સીમમાંથી સ્થાનિક પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ (Alcohol) ઝડપી પાડયો હતો. જેમાં નાની મોટી વિદેશી દારૂની બોટલ, એક ફોર વ્હીલર કાર, એક નંગ મોબાઈલ સહિત 4,22,000 નો મુદામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- ઓલપાડના ભાંડૂત ગામેથી ૩ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, ચાર વોન્ટેડ
- ભાંડુત ગામની સીમમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરી વાળી જગ્યાએ વિદેશી દારૂ સંતાડી રાખ્યો હતો
ઓલપાડ પોલીસ સ્ટેશનનાં પી.આઈ વી.કે.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાંડુત ગામમાં રહેતો યોગેશ ઉર્ફે જલો મોહન પટેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી ભાંડુત ગામની સીમમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરી વાળી જગ્યાએ વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે. તેવી બાતમીનાં આધારે તે જગ્યાએ રેડ કરતાં ઓલપાડ પોલીસને વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 2112 જેની કિંમત રૂ. 3,00,000 તથા એક ટાટા ઇન્ડીગો ફોર વ્હીલર ગાડી નંબર GJ-5 CQ 6505 જેની કિંમત રૂ.100000 , એક સુઝુકી કંપની એક્સસ મોપેડ નંબર GJ-05-9149 જેની કિંમત રૂ. 20,000, એક રેડમી કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂ.2000 હજાર મળી કુલ રૂ. 4,22,000 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.
સાથે સાથે ભાંડુત ગામ ખડકી ફળિયામાં રહેતા અક્ષય ભગવતી પટેલ અને ભાવેશ જયેશ પટેલને ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યા હતાં. જયારે ભાંડુત ગામ પાદર ફળિયાના રહેવાસી યોગેશ ઉર્ફે જલો મોહન પટેલ, એક છોટા હાથી ટેમ્પોના ડ્રાઈવર સહિત અન્ય બે ઈસમો મળી કુલ્લે ચાર ઈસમોને ઓલપાડ પોલીસ દ્રારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પારડી નજીકથી ટ્રકમાં રૂપિયા 2.64 લાખના દારૂની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો
પારડી : પારડી ચીવલ રોડ નાનાપોંઢાથી ધરમપુર જતા રોડ ઉપર પારડી પોલીસની ટીમને સેલવાસથી દારૂ ભરી હેરાફેરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા પોલીસે રોકી તપાસ કરતા તાડપત્રીની આડમાં દારૂના બોક્ષ નંગ 62 અને બોટલ નંગ 1908 જેની કિં.રૂ.2.64 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક ધર્મેશ ગમન પટેલ (રહે.વાંસદા)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા અક્ષય દિનેશ પટેલ (રહે.ધરમપુર)એ સેલવાસથી દારૂનો જથ્થો ભરાવી પોતે બાઈક ઉપર પાયલોટીંગ કરતાં પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. દારૂનો જથ્થો, ટ્રક, સહિત કુલ રૂ. 12.64 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.