National

બેંગ્લોરના 67 વર્ષીય વૃદ્ધને 35 વર્ષની નોકરાણી સાથે સેક્સ કરવાનું ભારે પડ્યું

બેંગ્લોર: કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગ્લોરમાંથી (Baglore) ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. અહીં એક 67 વર્ષીય વૃદ્ધનું (Old Man Died) પોતાની નોકરાણી (Home Made) સાથે સેક્સ (Sex) કરતી વખતે મોત નિપજ્યું છે. વૃદ્ધ નોકરાણી સાથે સંબંધ બનાવી રહ્યો હતો ત્યારે પલંગ પર જ ઢળી પડ્યો હતો. એકાએક વૃદ્ધના મોતથી ગભરાયેલી નોકરાણી વૃદ્ધનો મૃતદેહ ચાદર અને પ્લાસ્ટિકમાં લપેટીને રસ્તા પર ફેંકી આવી હતી. બેંગ્લોર પોલીસને વૃદ્ધની લાશ મળી ત્યાર બાદ જે હકીકતો બહાર આવી તે ચોંકાવનારી હતી.

આ કેસની વિગત એવી છે કે, ગઈ તા. 16 નવેમ્બરના દિવસે બેંગ્લોરના જેપી નગરના પુટ્ટનહલ્લીમાં રહેતા 67 વર્ષીય બાલા સુબ્રમણ્યમ તેમના પૌત્રને બેડમિન્ટન ક્લાસ મુકવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. લગભગ 4.55 વાગ્યાની આસપાસ બાલાએ તેમની પુત્રવધૂને ફોન કરી કહ્યું હતું કે તેમને ઘરે પાછા ફરવામાં મોડું થશે. કારણ કે કોઈ કામ હતું. જોકે બાલા સુબ્રમણ્યમ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. પુત્ર-પુત્રવધૂએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ હતો. મોડી રાત સુધી પુત્ર અને પુત્રવધૂ તેમની ઘરે રાહ જોતા રહ્યાં હતાં, પરંતુ તેઓ નહીં આવતા આખરે પુત્રએ સુબ્રમણ્ય નગર પોલીસ સ્ટેશને જઈ પિતાના ગુમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

બીજી તરફ, બીજા દિવસે એટલે કે 17મી નવેમ્બરે પોલીસને જેપી નગર 6ઠ્ઠા ફેઝ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. શંકાસ્પદ હાલતમાં લાશ પ્લાસ્ટિકના કવર અને ચાદરમાં લપેટી હતી. લાશની ઓળખ ગુમ થયેલા બાલા સુબ્રમણ્યમ તરીકે થઈ હતી. પરિવારને પણ સ્થળ પર બોલાવીને મૃતકની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલાની તપાસ ચાલી રહી હતી ત્યારે પૂછપરછ દરમિયાન મૃતક બાલા સુબ્રમણ્યમની 35 વર્ષીય નોકરાણીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની સાથે સંભોગ દરમિયાન બાલાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. નોકરાણીને ડર હતો કે પોલીસ તેની સામે હત્યાની ફરિયાદ દાખલ કરી શકે છે, તેથી તેણે લાશને પોલિથીન અને ચાદરમાં લપેટી રસ્તા પર ફેંકી દીધી હતી. લાશને પેક કરી ફેંકવામાં નોકરાણીને તેના પતિ અને ભાઈએ મદદ કરી હતી. પોલીસે જણાવ્યું કે બાલા સુબ્રમણ્યમને નોકરાણી સાથે લાંબા સમયથી અવૈધ સંબંધો હતા અને જ્યારે પણ તેના ઘરે કોઈ નહોતું ત્યારે તે તેના ઘરે આવતો હતો. વૃદ્ધ બાલાએ ગયા વર્ષે જ એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી

Most Popular

To Top