Business

ઓલાનું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર આવી રહ્યું છે, જાણો લોન્ચ તારીખ

ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) ખરીદનારાઓને ટૂંક સમયમાં એક નવું ઈ-સ્કૂટર જોવા મળશે. ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) 22 નવેમ્બરે નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. જો કે ઓલા તરફથી આ સ્કૂટરની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલાનું આ નવું સ્કૂટર કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર હોઈ શકે છે.

  • ઓલા ઈલેક્ટ્રિક (Ola Electric) 22 નવેમ્બરે નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે
  • ઓલાનું આ નવું સ્કૂટર કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર હોઈ શકે છે
  • વર્તમાન Ola સ્કૂટરમાં 3KWhની બેટરી છે. જો ઓછી કિંમતના સ્કૂટરમાં બેટરી ઓછી ક્ષમતા સાથે આપવામાં આવે છે તો તેની રેન્જ પણ ઓછી હશે
  • નિષ્ણાતો એવું પણ કહે છે કે Ola તેના નવા સ્કૂટરમાં રિમૂવેબલ બેટરી આપી શકે છે

આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું 11 સેકન્ડનું ટીઝર સામે આવ્યું છે જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ઝલક જોવા મળે છે. ટીઝર શેર કરતી વખતે કંપનીએ કેપ્શન લખ્યું કે જો તમારી તહેવારોની સીઝન તમારા માટે પૂરતી નથી તો અમે તમને MoveOS 3 સાથે પાર્ટી માટે આમંત્રિત કરી રહ્યા છીએ જે આખું વર્ષ ચાલશે. જાણવા માટે 22 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે ટ્યુન કરો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Ola Electric 80,000 રૂપિયાથી ઓછી કિંમતના Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓલાએ સત્તાવાર ટીઝર બહાર પાડ્યું છે જે દર્શાવે છે કે આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર S1 નું નીચી કિંમતનું વેરિઅન્ટ હોઈ શકે છે. તે ધનતેરસના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવશે. Ola S1ની કિંમત રૂ.99,999 થી શરૂ થાય છે. કહેવાય છે કે નવું Ola ઈલેક્ટ્રિક સ્કૂટર TVS Jupiter, Suzuki Access, Hero Majestro જેવા લોકપ્રિય 125cc સ્કૂટર સાથે સ્પર્ધા કરવા તૈયાર છે.

રિપોર્ટ અનુસાર 80,000થી ઓછી કિંમતના Ola સ્કૂટરમાં હાલમાં ઉપલબ્ધ Ola S1ના લગભગ તમામ ફીચર્સ આપવામાં આવી શકે છે પરંતુ તેની બેટરીની ક્ષમતા ઓછી હોઈ શકે છે. વર્તમાન Ola સ્કૂટરમાં 3KWhની બેટરી છે. જો ઓછી કિંમતના સ્કૂટરમાં બેટરી ઓછી ક્ષમતા સાથે આપવામાં આવે છે તો તેની રેન્જ પણ ઓછી હશે. જોકે કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે Ola તેના નવા સ્કૂટરમાં રિમૂવેબલ બેટરી આપી શકે છે.

Most Popular

To Top