વડોદરા : વડોદરામાં નવલખી મેદાનથી કોઠી ચાર રસ્તા તરફ જવાના માર્ગે કોઈ વાહનમાંથી ચિકાસ પડતું કોઈ પ્રવાહી ઢોળાઈ જતા પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકોમાં અકસ્માત સર્જાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું.જ્યારે આ બનાવની જાણ થતાં વિસ્તારના કાઉન્સિલરે તુરત સ્થળ પર દોડી આવી પ્રવાહી પર રેતી નાખવાની કામગીરી હાથધરી હતી. વડોદરા શહેરમાં તંત્રની બેદરકારીને કારણે ગેરકાયદેસર રીતે અનેક વાહનો માતેલા સાંઢની ગતિએ શહેરમાંથી પસાર થતા હોય છે.જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.
તેવામાં શુક્રવારે સવારે શહેરના જેલ રોડ ત્રણ રસ્તા પાસે કોઠી ચાર રસ્તા તરફ જવાના માર્ગે પસાર થઇ રહેલા એક અજાણ્યા વાહન માંથી કોઇ કેમિકલ રોડ ઉપર ઢળતા વાહનો સ્લીપ ખાઇ અકસ્માત સર્જાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.જ્યારે અહીંથી પસાર થઈ રહેલ એક બાઈક સ્લીપ થઈ જતા ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.આ બનાવની જાણ થતાં જ વિસ્તારના કાઉન્સિલર સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી રોડ ઉપર ફેલાયેલા પ્રવાહી પર રેતી નખાવી હતી.