Charchapatra

સુરત મ્યુનિ.કોનું અહો વૈચિત્રમ

મારા એક મિત્ર વહેલી સવારે ચાલવા નીકળે છે તે અંગેનો તેમનો અનુભવ કહ્યો જે તેમનાં શબ્દોમાં અહીં રજૂ કર્યો છે. ‘‘સુરત જ્યારે મહાનગર પાલિકા નહોતું બન્યું ત્યારે ૧૯૬૦ની સાલમાં સવારે હોપ પુલ પર દોડવા જતાં ત્યારે વહેલી સવારે શિયાળાનાં દિવસોમાં શહેરની સ્ટ્રીટ લાઈટ સાડા પાંચ વાગ્યાની આસપાસ બંધ કરી દેવામાં આવતી. સવારે શિયાળામાં અંધારું ઘોર હોય ત્યારે ઘણી વાર દોડવામાં તકલીફ થતી, કોઈકોઈ તો એકમેક સાથે અથડાય પણ જતા. હવે મ્યુનિ.માં તપાસ કરી તો જાણવા મળ્યું કે એ તો ટાઇમિંગ કરીને રખાય છે, હવે મૂર્ખામીની હદ ત્યારે આવી કે ઉનાળામાં વહેલું અજવાળું થઈ જાય ત્યારે આજ સ્ટ્રીટ લાઈટ સવારે સાડાસાતથી આઠ વાગ્યા સુધી ચાલુ રહેતી. ટાઈમિંગ કઈ એવી વ્યવસ્થા નથી કે તે બદલી ન શકાય.

હવે મૂર્ખામીની પરાકાષ્ઠા આવે છે આજે ૨૦૨૫માં શહેર મહાનગરપાલિકા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે સફાઈમાં પ્રથમ નંબરે બિરાજે છે, અગ્રણી મહાનગર પાલિકા તરીકે વિખ્યાત છે ત્યારે પણ સ્ટ્રીટલાઈટની રામાયણ એની એ જ. શું આ ડિજિટલ યુગની ફળશ્રુતિ કે, અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન કરવાની અનોખી રીત છે? ઉનાળામાં વીજળીની કરકસરનાં ભાગ રૂપ પગલું છે? આ બાબતમાં ત્વરિત પગલાં લઈ ઘટતું કરવામાં શાણપણ છે.
નાનપુરા, સુરત    – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top