Madhya Gujarat

આણંદની કામધેનુ યુનિવર્સિટીના સ્ટાફ ટુર્નામેન્ટ યોજાઇ

આણંદ : આણંદ વેટરનરી કોલેજ ખાતે કામધેનુ યુનિવર્સિટીને સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ, જુનાગઢ, અમરેલી, હિંમતનગર, નવસારી, દાંતીવાડા, મહેસાણા, સુરત અને ગાંધીનગર એમ કુલ ૮ ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ક્રિકેટ, બેડમિન્ટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ એમ કુલ 5 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ વેટરનરી કોલેજ ખાતે કામધેનુ યુનિવર્સિટીને સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કામધેનુ યુનિવર્સિટીના આણંદ, જુનાગઢ, અમરેલી, હિંમતનગર, નવસારી, દાંતીવાડા, મહેસાણા, સુરત અને ગાંધીનગર એમ વિવિધ કેન્દ્રોની કુલ 8 ટીમે ભાગ લીધો હતો.

આ કાર્યકર્મ અંતર્ગત ક્રિકેટ, બેડમિન્ટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ કુલ ૫ રમતોની આંતર-કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટની રમતમાં જુનાગઢની ટીમ વિજયી થઈ હતી અને એફિલીટેડ પોલિટેકનિકની ટીમ રનર-અપ રહી હતી. કેરમની રમતમાં ગાંધીનગરની ટીમએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં જૂનાગઢની ટીમ દ્વિતીય સ્થાને આવી અને દાંતીવાડા અને અફીલીએટેડ પોલિટેકનિકની ટીમ આ બંને રમતોમાં વિજયી બની. ચેસની રમતમાં દાંતીવાડાના સ્પર્ધકો પ્રથમ સ્થાને અને મહેસાણાના સ્પર્ધકોએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત 7 થી 9 જાન્યુ્આરી, ૨૦૨૨ દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના યજમાનપદે યોજાનારી આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓમાં પસંદ કરેલ સ્ટાફના ઉમેદવારો ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ડૉ. એમ. એન. બ્રહ્મભટ્ટ, આચાર્ય, આણંદ વેટરનરી કોલેજ અને ડો. બી. એન. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ નિયામક, કામધેનુ યુનિવર્સિટીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનના કન્વીનર તરીકે ડો. જે. એચ. ચૌધરી, અધ્યક્ષ, વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદએ ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી હતી.કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલપતિ ડો. એન.એચ. કેલાવાલાએ આણંદ વેટરનરી કોલેજને કાર્યક્રમનું સફળ અને સુંદર આયોજન કરવા બદલ બિરદાવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે સ્ટાફના કર્મચારીઓમાં ખેલદિલી અને ભાઇચારાની ભાવનાનું સિંચન થાય અને યુનિવર્સિટીના કર્મચારીઓની એકતા વધે આ જ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે.

Most Popular

To Top