National

ઓડિસાના આરોગ્ય મંત્રીનું અંતે નિધન: સુરક્ષામાં હાજર ASIએ તેમને ગોળીઓ મારી હતી

નવી દિલ્હી : ઓડિશાના (Odisha) આરોગ્ય મંત્રી (Health Minister) નબ દાસનું (Nab Das) રવિવારે સાંજે નિધન (passing away) થયું છે. તેમના ઉપર રવિવારે બપોરે જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ નબ દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નબ દાસને છાતીમાં ગોળી વાગી હતી. આ ઘટનાના અનુસંધાનમાં બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં મંત્રીને ઈજા થઈ હતી. ઘાયલ થયા બાદ તેમને સ્થાનિક લોકોએ આરોપી ASIને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ASIએ મંત્રી પર કેમ ફાયરિંગ કર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

મંત્રીની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે
આ ઘટનાના અનુસંધાનમાં એસડીપીઓએ જણાવ્યું બ્રજરાજનગર શહેરમાં લગભગ 12 વાગ્યાની આજુબાજુ ગોળીબાર ની આ ઘટના બની હતી. આ સમયે દાસ એક મિટિંગ અટેંન્ડ કરવાના હેતુથી જઈ રહ્યા છે. મંત્રી પહેલા ઝારસુગુડા જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ તેને વધુ સારવાર માટે એરલિફ્ટ કરીને ભુવનેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાસ ઉપર થેયેલા હુમલા બાદ આખા શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ મંત્રીની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

આ ઘટના બાદ તેમના કેટલાક સમર્થકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દાસને ટાર્ગેટ કરીને યોજના બદ્ધ રીતે મારવાની સાજીશ રચવામાં આવી હતી. જોકે આરોપી એઈસાઈની તાત્કાલિક ધોરણે અટકાયત કરી લેવામાં આવી છે. તેની હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે ઘટના અંતર્ગતની ઉંડાણપૂર્વક તપાસ બાદ જ હકીકતો સામે આવે તેવું લાગી રહ્યું છે.

એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા
આરોગ્ય મંત્રીનબ દાસને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત નાજુક બતવવામાં આવી હતી. દરમિયાન મંત્રી નબ દાસને વધુ સારવાર માટે તાત્કાલિક એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી પર હુમલાની માહિતી મુખ્યમંત્રી નવીન પટનાયકને આપવામાં આવી હતી. તેઓ દાસને મળવા ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. નબ દાસ બીજેડીના વરિષ્ઠ નેતા હતા. તાજેતરમાં તેઓ શનિ મંદિરમાં 1.7 કિલો સોનાનો કળશ અર્પણ કરીને ચર્ચામાં આવ્યા હતા.

Most Popular

To Top