National

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નૂહ-પલવલ બોર્ડર પર હિંદુઓની મહાપંચાયત

નવી દિલ્હી: 31 જુલાઈના રોજ હિંસા બાદ નૂહ-પલવલ બોર્ડર (Nuh-Palwal Border) પર હિંદુઓની મહાપંચાયત (Mahapanchayat of Hindus) શરૂ થઈ છે. આ મહાપંચાયતમાં વિશ્વ હિન્દુ પરિષદના અનેક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ મહાપંચાયત માટે પોલીસ (Police) પ્રશાસને પણ જોરદાર તૈયારીઓ કરી છે. અગાઉ આ મહાપંચાયત નૂહમાં યોજવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પોલીસે આ માટે મંજૂરી આપી ન હતી. આ પછી પલવલમાં સર્વસંમતિ સધાઈ હતી પરંતુ પ્રશાસને આ મહાપંચાયતને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે.

આ મહાપંચાયત નૂહ-પલવલ બોર્ડર પર પોંડરી ગામમાં યોજાઈ રહી છે. આજુબાજુના વિસ્તારના લોકો આ બેઠકમાં ભાગ લેવા માટે એકઠા થયા છે. આ મહાપંચાયત બાદ હિંદુ સમુદાય 28મી ઓગસ્ટે નૂહમાં અધૂરી યાત્રા કાઢવાની તૈયારી કરી રહ્યો છે. જો કે હજુ સુધી આ યાત્રા માટે પરવાનગી મળી નથી એવી જાણકારી સામે આવી છે. જો કે વિશ્વ હિંદુ પરિષદ આ અધૂરી યાત્રા પૂર્ણ કરવા પર અડગ છે.

બીજી તરફ આ મહાપંચાયત અંગે પલવલના એસપી લોકેન્દ્ર સિંહે જણાવ્યું કે અમે આ કાર્યક્રમ પર નજર રાખી રહ્યા છીએ. અમે પંચાયતને શરતો સાથે પરવાનગી આપી છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ ઉશ્કેરણીજનક વાત થશે તો તાત્કાલિક કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહાપંચાયત દરમિયાન કોઈ લાઠી લાકડી કે હથિયારની મંજૂરી આપવામાં આવી નથી.

મહાપંચાયત દરમિયાન એક સ્પીકરે કહ્યું ‘પ્રશાસનની નિષ્ફળતાને કારણે હિંસા થઈ’
મહાપંચાયત દરમિયાન એક સ્પીકરે કહ્યું કે 31 જુલાઈની ઘટના વહીવટીતંત્રની નિષ્ફળતા છે. પથ્થરમારો, મારામારી અને હિંસાનું આયોજન પહેલેથી જ હતું, પરંતુ શું પોલીસને તેની જાણ નહોતી? જો આ અંગેની જાણ હતી તો અગાઉ કેમ આ ઘટનાને અટકાવવા માટે કોઈ કાર્યવાહી ન થઈ? 31 જુલાઈની હિંસામાં ઘણા લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આ માટે વહીવટીતંત્ર જવાબદાર છે. મહાપંચાયતમાં કહેવામાં આવ્યું હતું કે તે દિવસે જે યાત્રા તૂટી હતી તે 28 ઓગસ્ટે પૂર્ણ થવી જોઈએ.

Most Popular

To Top