આનંદ મહિન્દ્રા (Anand mahindra) કે જેઓ ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ’ના ચેરમેન છે, જેઓ સોશિયલ મીડિયા (Social Media) પર તેમની ઉદારતા અને રસપ્રદ ટ્વિટ્સ (Tweet) માટે જાણીતા છે. જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના અલગ અંદાજવાળા ટ્વીટ કરવા માટે ફેમસ છે. આનંદ મહિન્દ્રા ટ્વિટર પર અવારનવાર વીડિયો (Video) શેર કરે છે અને જીવનપથ દર્શક વિચારો પણ શેર કરતા રહે છે. આનંદ ક્યારેક તેમના ફોલોઅર્સ (Followers) સાથે વાત પણ કરે છે અને તેમની સાથે સવાલ-જવાબ પણ કરતા હોય છે. જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટ પર બે અદભૂત તસવીરો શેર કરી છે. આ અંગે એક યુઝરે તેઓની રાષ્ટ્રીયતા વિશે સવાલ પૂછ્યો, જેના પછી આનંદ મહિન્દ્રાએ એવો જવાબ આપ્યો કે તેઓ ઇન્ટરનેટ (Internet) પર છવાઈ ગયા સાથે ભારતીય લોકોના દિલ પણ જીતી લીઘા.
આનંદ મહિન્દ્રાએ 4 જુલાઈના રોજ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓ અમેરિકામાં 4 જુલાઈના રોજ યોજાયેલા સમારોહ અને કાર્યક્રમોના ફોટો શેર કર્યા હતા. આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું હતું કે, “મેનહટ્ટન 4 જુલાઈ સ્કાઈલાઈન” તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં મેનહટ્ટનની આસપાસ ઉત્સવની ઉજવણી જોઈ શકાય છે. આ ટ્વીટર પોસ્ટ પર થી ખબર પડે છે કે, આનંદ મહિન્દ્રા 4 જુલાઈએ અમેરિકામાં હતા, જે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના સ્વતંત્રતા દિવસ રુપે મનાવામાં આવે છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર યુઝર્સે ઘણી કોમેન્ટ પણ કરી હતી.
એક યુઝરે આનંદ મહિન્દ્રાને સવાલ કર્યો કે, શું તમે NRI (બિન નિવાસી ભારતીય) છો? આનંદ મહિન્દ્રાએ યુઝરના આ પ્રશ્નનો જવાબ ખુબ જ મનોરંજક અંદાજમાં આપ્યો હતો અને આ જવાબથી તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું. તેઓએ જવાબ આપતા લખ્યું હતું કે “બસ ન્યુયોર્કમાં પરિવારને મળવા આવ્યો છું, એટલા માટે એક HRI છું – Heart (always) residing in India, એટલે કે, દિલ હંમેશા ભારતમાં રહે છે.” આનંદ મહિન્દ્રાએ આપેલા આ જવાબથી ટ્વીટર યુઝર્સ ખુશ થઈ ગયા હતા. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.