સુરતના વરાછા નંદપાર્કની સામે રામેશ્વર એપાર્ટમેન્ટના ધાબા ઉપર પોલીસે રેડ કરી જુગાર રમી રહેલી આઠ મહિલાને ઝડપી પાડી હતી તેમજ સ્થળ પરથી રૂ.23 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટાફના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે વરાછા નંદપાર્કની સામે રામેશ્વર એપાર્ટમેન્ટના ધાબા ઉપર સાતથી આઠ મહિલા તીનપટ્ટીનો હારજીતનો જુગાર રમી રહી છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી જુગાર રમતા આઠ મહિલાને ઝડપી પાડી હતી.
પૂછપરછ કરતા મહિલાઓએ પોતાના નામ કૈલાશબા રણજીતસિંહ ગોહીલ (રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ નંદપાર્કની સામે વરાછા), ગીતાબા તે બાબુભાઇ ગોહીલની દીકરી (રહે. શિવમ એપાર્ટમેન્ટ ઇશ્વરકૃપા સોસાયટી વરાછા), હર્ષીતાબેન નટવરલાલ ઠાકુર(રહે. જી-૧ સંગમ એપાર્ટમેન્ટ અશ્વિનીકુમાર રોડ, વરાછા), પ્રફુલાબેન રાજેંદ્રભાઇ ઠેસીયા (રહે. સૌરાષ્ટ્ર ટાઉનશિપ પાસોદ્રા), અનિતાબા રણજીતસિંહ રાઠોડ (રહે. ભગીરથ સોસાયટી-1 અશ્વિનીકુમાર રોડ, વરાછા), કંચનબેન ભુપેન્દ્રભાઇ ચુડાસમા (રહે. બીજા માળે વર્ષા સોસાયટી-1, વરાછા), સોનલબેન સતિષભાઇ શેરસીયા( રહે.બીજા માળે મારૂતિ એપાર્ટમેન્ટ, અંકુર સોસાયટી વિ-2, વરાછા) તથા ગુણવંતબેન દિલુભા ગોહીલ (રહે. વર્ષા સોસાયટી-૧, વરાછા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે મહિલા આરોપીઓ પાસેથી હારજીતનો જુગાર રમતા દાવ પરના રોકડા રૂ.510 તથા તમામ મહિલા આરોપીઓના અંગઝડતીના રોકડા રૂ.22,860/ મળી કુલ્લે રૂ.23,370/-ની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.