થોડા દિવસ પેહલા પ્રધાનમંત્રીશ્રી ના ભાષણમાં ફરીવાર પરીવારવાદ ની વાતો જોરશોરથી સાંભળવા મળી.સાહેબ કહી રહ્યાં હતા કે તમારે મુલાયમ સિંહ ના દીકરાનું ભલું કરવું હોય તો સમાજવાદી પાર્ટીને વોટ આપજો,તમારે ગાંધી પરિવારનું ભલું કરવું હોય તો કોંગ્રેસ ને વોટ આપજો અને આમ એમને લગભગ તમામ પક્ષ માટે આજ વાત કહી અને અંતે કહ્યું કે જો તમારે પોતાના દીકરા નું ભલું કરવું હોય તો ભાજપને વોટ આપજો.આ ભાષણ મધ્યપ્રદેશ માં અપાઈ રહ્યું હતું. જ્યાં પેહલે થી જ ભાજપની સરકાર છે.અને ગયા વખતે એટલે કે પાંચ વર્ષ પેહલા લોકોએ કોંગ્રેસની સરકાર બનાવી પણ ભાજપાએ એ ટકવા ન દીધી.અને એના પેહલા જો વાત કરી એ તો લગભગ સતત 2003 થી ભાજપની જ સરકાર છે તો આજ સુધી છેલ્લા બે દાયકાથી વોટ ભાજપને આપવા પછી પણ શું ત્યાંના લોકોના દીકરા-દીકરીનું ભલું નથી થયું કે સાહેબે આવું કેહવું પડ્યું?
સૌથી મહત્વની વાત એ કે જેમને પરિવારવાદ ના નામ પર વોટ આપવાની સાહેબ આડકતરી રીતે ના પાડતા હતા એજ સાહેબના ભાજપ પક્ષે ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી કે અન્ય આવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી સરકાર નથી બનાવી? અને શું સાહેબ એ વાત કહી શકે કે જો ભવિષ્યમાં ભાજપને સંપૂર્ણ બહુમત નહિ મળે તો સાહેબ આવા પક્ષો સાથે ગઠબંધન નહિ જ કરે? હવે પરિવારની વાત કરીએ તો પછી ભાજપમાં જે પરિવારવાદ ફૂલ્યો ફાલ્યો છે એમાં કેમ બધા ચૂપ છે? અમિત શાહ ના પુત્ર જય શાહ એ પરિવારવાદનું ઉદાહરણ ન કહેવાય? એવી કઈ યોગ્યતા,એવું કયું ક્રિકેટ જગતમાં યોગદાન કે આ પદ એમને મળ્યું છે? પ્રજા બધું જ જાણે છે અને કદાચ એટલે જ એક પછી એક રાજ્યમાં ભાજપની કારમી હાર થઈ રહી છે.જોઈએ હવે મધ્યપ્રદેશની જનતા સુ જવાબ આપે છે.
સુરત – કિશોર પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગંગાજી..વિરુધ્ધ દિશામાં?
તારીખ – ૨૩ જુલાઈ ના ગુજરાત મિત્ર દૈનિક માં પાના નંબર -૨ ઉપર પ્રકાશિત જાહેર નોટીસ / ચેતવણી વાંચવા મળે છે તે અંતર્ગત એક સગી પુત્રી એની સગી માતાના મનસ્વી વલણ વર્તન થી વાજ આવીને જાહેર જનતા જોગ..મારી માતા ના અમારી સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવા નહીં,એને બધી રીતે બેદખલ કર્યાં છે, આવા સમાચારો વાંચી – જાણીને કોઈ પણ વાચકોને આશ્ચર્ય થયા વિના રહે નહીં..બહુધા આવા પ્રકારની જાહેર નોટીસ કે, ચેતવણીઓ માતા પિતા કે,વાલીઓ તરફથી પ્રકાશિત કરવામાં આવે છે, ત્યારે ઉક્ત.. બાબતે જાણે ગંગાજી વિરુદ્ધ દિશામાં વહી રહ્યા ની સામાજિક પ્રતિતિ થયા વિના રહી નથી, ત્યારે જ તો .. ઘોર કળિયુગ ની એક વધુ સાબિતી જનમાનસપટે અંકિત થાય છે.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.