National

લો બોલો, હવે ભારતની આ વેક્સિન લગાવેલ વ્યક્તિ વિદેશ યાત્રા નહીં કરી શકે

કોરોના (corona) દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પાયમાલી લાવી રહ્યો છે. આજે પણ ઘણા દેશોમાં કોરોના રોગચાળા (epidemic)ને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી (international traveling) પર પ્રતિબંધ છે. જો કે ઘણા દેશો રસી (vaccine) અપાયેલ લોકોને મુસાફરી કરવાની છૂટ આપી રહ્યા છે અને કેટલાક દેશો તે માટેની તૈયારીમાં છે, પરંતુ ભારત બાયોટેકની કોવેક્સિન (bharat bio-tack co-vaccine) લેનારા લોકોને રાહત નહીં મળે.

કોવેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને આંતરરાષ્ટ્રીય મુસાફરીની મંજૂરી નથી. એમ સમજો કે જે દેશોની રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ દ્વારા માન્યતા મળી છે તેઓને જ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેની મંજૂરી છે. આ યાદી (vaccine list)માં મોડર્નાના કોવિશિલ્ડ (covishield), ફાઇઝર (pfizer), એસ્ટ્રાઝેનેકા, જોન્સન, સિનોફર્મ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ શામેલ છે પરંતુ કોવેક્સિનને તેમાં સ્થાન મળ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવીનતમ માર્ગદર્શિકા મુજબ, ભારત બાયોટેકે પોતાને ડબ્લ્યુએચઓની યાદીમાં સમાવિષ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, ડબ્લ્યુએચઓએ વધુ માહિતી માંગી છે. તેમના કહેવા મુજબ, સબ-સબમિશન મીટિંગનું આયોજન મે-જૂનમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ ડોઝિયર જમા કરવામાં આવશે. 

આ ડોઝિયરની સમીક્ષા કર્યા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રસીનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં થોડા અઠવાડિયાથી મહિનાઓનો સમય લાગી શકે છે. જાણવા મળ્યું છે કે કોવેક્સિનને હાલ મંજૂરી નહીં મળવાનું એક કારણ એક પણ છે કે કોવિશિલ્ડનો પહેલા ડોઝ લીધા બાદ કોવેક્સિનના પહેલા ડોઝની સરખામણીએ વધુ એન્ટિબોડી બને છે. એક રિપોર્ટ મુજબ નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી એન્ટિબોડી બનતી નથી, પરંતુ બીજો ડોઝ લીધા પછી પર્યાપ્ત એન્ટિબોડી મળે છે. ત્યાં જ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા પછી જ સારી માત્રામાં એન્ટિબોડી બની જાય છે.

આમ કોવેક્સિન લીધેલ વ્યક્તિને હાલ વિદેશ યાત્રા માટેની મંજૂરી નહીં મળતા ભારતીય લોકોને નવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણકે વિદેશ યાત્રા કરવા માટે વેક્સિનેશનને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે જે લોકોએ કોવેક્સિન લીધી છે અને જે લોકો વિદેશ જવા માંગે છે તે લોકોએ શું કરવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જો WHO દ્વારા કોવેક્સિનને પોતાની યાદીમાં શામેલ કરવામાં નહીં આવે તો વિદેશ જવા માંગતા લોકોએ WHOની યાદીમાં હોય તેવી બીજી રસી લેવી પડશે? અને બે વાર અલગ અલગ રસીના બે થી વધુ ડોઝ લેવા શરીર માટે શું યોગ્ય રહેશે? આ સવાલોએ નવી ચર્ચાને જન્મ આપી દીધો છે. પરંતુ હાલ એ વાત તો ચોક્કસ જ કે કોવેક્સિન લેનારા લોકો જેઓ વિદેશ જવા માંગે છે તેઓ ચિંતામાં મુકાયા છે.

Most Popular

To Top