Vadodara

હવે ફક્ત એક ફોનથી પંચાયતી રજૂઆત કે અરજી કરી શકશે

વડોદરા: પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનીઝમના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ કરવામાં આવી છે.જે અન્વયે લોકોને પોતાની રજૂઆતો કે અરજીઓ માટે રૂબરૂ જિલ્લા પંચાયત ખાતે આવવાની જરૂર રહેશે નહિ. વડોદરા જીલ્લા પંચાયત  દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પહેલના કારણે જિલ્લાના નાગરીકો હવે ઘરે બેઠાં જ 0265-2438110 ઉપર ફક્ત એક ફોન કોલ દ્વારા જ પંચાયતને લગતી કોઈ પણ રજૂઆત કે અરજી કરી શકશે.વડોદરા  જિલ્લા પંચાયત દ્વારા આવી ટેલીફોનીક રજૂઆતો , અરજીઓ ને ડીજીએમએસ સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તેનું પ્રોગ્રેસ અને ફોલોઅપ લેવામાં આવશે.

આ ઉપરાંત , ટ્વીટર, વોટસએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા મળેલ રજૂઆતો પણ ડી.જી.એમ.એસ.સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ફોલોઅપ લેવામાં આવશે.નાગરિકોનો સમયના બગડે અને ધક્કા ના ખાવા પડે અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય એ માટે નવીન પહેલ કરવામાં આવી હોવાનું જીલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે.આ નવીન અભિગમના બહોળા પ્રતિસાદ માટે જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓ ના ચેરમેનો,સદસ્યો અને જિલ્લા પંચાયત શાખાધિકારીઓની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારોના નાગરીકો માટે ફોન લાઈન ખુલ્લી મુકાઇ છે.

Most Popular

To Top