surat : સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 6 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી મોડી જાહેર કરવામાં આવતા છેલ્લી ઘડી સુધી પસંદગી પામેલા ઉમેદવારો દોડતા રહ્યાં હતાં. ઉતાવળમાં અને ઉતાવળમાં કેટલાંક કોંગ્રેસી ઉમેદવારો ( candidate) એ જે ભૂલ કરી છે તેના કારણે અનેકના ફોર્મ રદ થાય તેમ છે. આજે સોમવારે સ્ક્રૂટિનીનો દિવસ છે અને ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના (congress) ઉમેદવારોને હરાવવા માટે ભાજપનું લિગલ સેલની ટીમ એક્ટિવ થઇ ગઇ છે અને આવતી કાલે તેઓ જુદા જુદા મુદ્દે વાંધો રજૂ કરવાના મૂળમાં છે.
એક ઉમેદવારનું મતદાર યાદીમાં નામ અડાજણ ( adajan ) વિસ્તારમાં છે પરંતુ તેનું જૂનું ઘર કોટ વિસ્તારમાં હોવાથી તેણે ત્યાંથી ફોર્મ ભર્યું છે. એટલું જ નહીં એફિડેવિટમાં પણ આ વિગત દર્શાવી નથી.એક ઉમેદવાર તો એવા છે કે જેમણે એફિડેવિટ તો કરી છે પરંતુ તેમાં સહી કરવાનું જ ભૂલી ગયા છે એટલે આ મુદ્દે તેમનું ફોર્મ કેન્સલ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.
એક ઉમેદવાર એવા છે કે તેમણે તેમના ટેકેદાર તરીકે જેમનું નામ લખ્યું છે તે વિધાનસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે અને સુરત મહાનગર પાલિકાની નવી યાદીમાં તેમનું નામ જ નથી.એક ઉમેદવાર એવા છે કે તેમણે તેમની એલઆઇસી પોલિસી હોવાની વિગત આપી છે પરંતુ કેટલા રૂપિયાની પોલિસી છે તે વિગત દર્શાવવાનું જ ભૂલી ગયા છે એટલે આ પણ એક મુદ્દો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખની તડામાર તૈયારીઓમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ભાજપના (bhajap) તમામ ઉમેદવારોના ફોર્મ તો ભરાય ચુક્યા હતા ,ત્યારે કોંગ્રેસને અડચણો આવી હતી. જેંમાં અમદાવાદમાં એક અજાણી વ્યક્તિ કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ ચોરી કરી પલાયન થઇ જતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો.