નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં એક અરજી(Petition) દાખલ કરવામાં આવી હતી. જેમાં 100 વર્ષથી જૂની ભારત(India)ની તમામ મસ્જિદો(mosque)ના સર્વેક્ષણની(survey) માંગ કરવામાં આવી હતી. આ પિટિશનમાં તમામ જૂની મસ્જિદોમાં ‘વાઝુ’ માટે તળાવ કે કૂવાના ઉપયોગને રોકવાની પણ માગણી કરવામાં આવી હતી.અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર ખાનગી રીતે સર્વે કરે તો ઘણા પુરાવા બહાર આવી શકે છે.
- 100 વર્ષથી જૂની ભારતની તમામ મસ્જિદોના સર્વેક્ષણની માંગ,SCમાં અરજી
- પિટિશનમાં તમામ જૂની મસ્જિદોમાં ‘વાઝુ’ માટે તળાવ કે કૂવાના ઉપયોગને રોકવાની પણ માંગ
- અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર ખાનગી સર્વે કરે તો ઘણા પુરાવા બહાર આવી શકે છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સી દ્વારા ઓળખવામાં આવેલી સો વર્ષથી વધુ જૂની ભારતની તમામ મસ્જિદોના સર્વેક્ષણની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં તમામ જૂની મસ્જિદોમાં ‘વાઝુ’ માટે તળાવ અથવા કૂવાના ઉપયોગને હાલ માટે રોકવાની પણ માંગ કરવામાં આવી છે.
મંદિરો નષ્ટ કરીને મસ્જિદો બનાવી, અરજીમાં દાવો
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઐતિહાસિક તથ્યોનો દાવો કરતા કહેવામાં આવ્યું હતું કે એવા ઘણા પુરાવા છે જેમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમ આક્રમણકારો દ્વારા મંદિરોને નષ્ટ કરીને મસ્જિદો બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જો સરકાર ગોપનીય સર્વે કરાવે તો ઘણા પુરાવા બહાર આવી શકે છે.
સર્વે ખાનગી રાખવા માંગ
સર્વેક્ષણ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી જેથી કરીને તે જાણી શકાય કે હિન્દુઓ, શીખો, જૈનો કે બૌદ્ધો માટે ધાર્મિક સ્થળો છે કે કેમ. આ સર્વેને ગુપ્ત રાખવાની પણ માંગણી કરવામાં આવી હતી જેથી સર્વેમાં જો કોઈ પુરાવા મળે તો સાંપ્રદાયિક દ્વેષ અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગોપનીય સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘વાઝુ’ કરવા માટે અલગ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સર્વે દરમિયાન જો મસ્જિદની અંદર અથવા કૂવામાંથી કોઈ ધર્મના અવશેષો અથવા કેટલીક વસ્તુઓ મળી આવે છે, તો તેને સાચવવામાં આવે.
મુસ્લિમ આક્રમણકારોએ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કર્યા હતા
અરજીમાં કહેવામાં આવ્યું છે કે મધ્યયુગીન યુગમાં મુસ્લિમ આક્રમણકારોએ ઘણા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કર્યા હતા અને તેમને તોડી પાડ્યા હતા અને મસ્જિદો બનાવી હતી. આવી સ્થિતિમાં આ પ્રાચીન ધર્મસ્થળોમાં અનેક દેવી-દેવતાઓના અવશેષો મળી આવશે, જે અન્ય ધર્મોના હશે. પરસ્પર સહકાર અને સુમેળ માટે, આ મસ્જિદોમાં હાજર અવશેષોનું સન્માન કરવું જોઈએ અને તેમની પરત માટે પગલાં લેવા જોઈએ.