રાજકોટ: હેડ કલાર્ક પરીક્ષા પેપરલીક કાંડ ( Head clerk Paper leak )બાદ હજી એક પેપર લીકનો કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University )માં બી.કોમનું પેપરલીક થતાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરાઈ છે. ‘આપ’ની (AAP) રજુઆત બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પેપરલીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગીતાંજલિ કોલેજ (Gitanjali College)ના વોટ્સએપ ગ્રુપમાંથી ફુટ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ (B.com) સેમેસ્ટર 3નું ઇકોનોમિક્સ (Economics)નું પેપર સવાર 10 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ 9 વાગ્યે જ વોટ્સઅપ ગ્રુપમાં આ પેપર ફરતું થઈ ગયું હતું. પેપર પહેલાથી જ કોઈએ લીક કરીને સોશિયલ મીડિયામાં વહેતું કર્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. આ અંગેની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને થતાં રહી રહીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કુલપતિ ડો.નીતિન પેથાણીએ (Dr. Nitin Pethani) જણાવ્યું હતું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાથી પેપર ફ્ટયું હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ ઘણી પેપર લીકની ઘટના સામે આવી છે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આ ત્રીજી વખત પેપર લિક થયાની ઘટના સામે આવી છે. આ અગાઉ પણ વર્ષ 2014 અને 2016માં BCAનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતું. જયારે ગઈકાલે બી.કોમ. કોમ સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થતા ચકચાર મચી જવા પામ્યો છે.
3 જાન્યુઆરીએ ફરી પરિક્ષા લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિડો.નીતિન પેથાણીએ કહ્યું કે બી.કોમ સેમેસ્ટર-3નું પેપરલીક થતા ફરીવાર પરીક્ષા 3 જાન્યુઆરીના રોજ લેવાશે. જે વિદ્યાર્થો પરીક્ષા આપી એ જ વિદ્યાર્થો પરીક્ષા આપી શકશે. પોલીસ રિપોર્ટ તપાસના આધારે ગુનેગારો સામે યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં આવશે. હું અત્યારે પોલીસના સંપર્કમાં છું. કોલેજની સંડોવણી હશે તો લાગતા વળગતા સામે પગલા લઈશું. આ પરીક્ષા L1 માં આવે છે એટલે સૂર્યા ઓફસેટમાં પેપર છપાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ હેડ કલાર્ક પરીક્ષાનું પેપર પણ સૂર્યા ઓફસેટમાં જ છપાયું હતું.
કઈ કોલેજમાંથી પેપરલીક થયું
સૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગીતાંજલિ કોલેજ અને બાબરાની કોલેજના વોટ્સએપ ગ્રુપમાંથી ફુંટ્યું હોવાનું સામે આવ્યું છે. પેપરલીકના આક્ષેપો સાથે આપના કાર્યકર્તાઓ પરિક્ષાના ઈન્ચાર્જ પાસે ગયા હતાં. પરતું પરિક્ષા ઈન્ચાર્જ દ્વારા તાત્કાલિક કોઈ એકશન ન લેવાતા સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો. આખરે વાતની જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પરિક્ષા ઈન્ચાર્જએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુનિવર્સીટીને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS એ આપેલ વૉટ્સએપના સ્ક્રીનશોટના આધારે ગ્રુપમાં પેપર મુકનાર તેમજ લવલી યારો ગ્રુપના એડમીન કોણ છે? પોલીસ દ્વારા એ દિશમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં ક્લાર્ક સહિત 8 લોકાની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 22 તારીખ શરૂ થયેલ પરીક્ષામાં કુલ 58059 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં બીકોમ સેમેસ્ટર 3માં અંદાજિત 18,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.