આજકાલ હોમ ડેકોરેશનમાં લોકો સૌથી વધારે ફૂલ- છોડનો ઉપયોગ કરતાં થયા છે. અવનવા છોડને સુંદર મજાનાં ડિઝાઇનયુકત કુંડમાં સજાવી તમે તમારા ઘરને વધારે સુંદર બનાવી શકો છો. પણ વિચારો કુંડા વિના છોડ ઉગાડી શકાય ખરાં ? જી હા, હાલ તમારે કોઇ છોડ ઉગાડવા માટે પહેલા કુંડા રાખવા માટેની જગ્યા શોધવી પડતી હતી. તેના બદલે કોકડામાને તમે ગમે ત્યાં દોરીની મદદથી લટકાવી શકો છો. ઇવન ઘરની અંદર-બહાર બંને જગ્યાએ તે રાખી શકાય છે
કયા કયા પ્લાન્ટ ઉગાડી શકાય?
કોકડામા આર્ટ દ્વારા બેમ્બૂ પાલ્મ, સેન્સોવરીયા, જામિયા, ક્રોટોન, અગ્લાઓનિમા, ડ્રાકેના, સ્નેક પ્લાન્ટ, સુક્યુલન્ટ્સ, કેક્ટસ મની પ્લાન્ટ વગેરે છોડ ઉગાડી શકાય છે. કોકડામાની બીજી વિશેષતા એ છે કે આ પધ્ધતીથી ઉગાડેલા પ્લાન્ટ સામાન્ય છોડ કરતા વધુ જીવે છે.
શું છે કોકડામા આર્ટ?
કોકડામા આર્ટએ જાપાનની પધ્ધતી છે. જેમાં કોઇપણ જાતના કુંડા કે પાત્રની મદદ વગર છોડને વિકસાવી શકાય છે. જેમાં મનગમતા પ્લાન્ટસ્ લઇ તેના મૂળ વાળા ભાગને ખાતર-માટીના બોલમાં કવર કરી તેને મનગમતો શેપ આપી દોરીથી કવર કરી દેવામાં આવે છે.
કોકડામા આર્ટનો વધ્યો ક્રેઝ
સુરતીઓમાં હાલ કોક્ડામા આર્ટ તરફનું આકર્ષણ વધી રહ્યું છે. કેમ કે આ પધ્ધતિથી ઉગાડેલા છોડમાં એક તો જગ્યાનો પ્રશ્ન રહેતો નથી અને ઘર સજાવટમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. અરે ઘર જ શા માટે કાફે, હોટેલ કે રેસ્ટોરન્ટમાં પણ કોકડામાં આર્ટ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.