મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસનો ગુજરાતમાંથી એકડો નીકળી ગયો છે!
જો કે ધીમે પગે આપ પાર્ટીએ પ્રવેશ કર્યો છે તેની નોંધ લેવી પડે! મોંઘવારી, પેટ્રોલના દઝાડતા ભાવો આ બધા પરિબળોને લીધે ચૂંટણીમાં ભાજપાને ધારેલી સીટો નહી મળે એવું બધાનું માનવું હતું પરંતુ એમ થયું નહીં અને ફરી એક વાર ‘મોદી મેજીક’ ચાલ્યું અને જનતાએ ભાજપાને બધું ભૂલી જઇ ખોબે ખોબે મતો આપ્યા!
જો કે હવે આ બધી જ પાલિકાઓ અને પંચાયતોમાં વિરોધ પક્ષ રહયો જ નહીં એટલે બધા જ કામો બહુમતી સાથે પસાર થઇ જવાના પણ લોકશાહીમાં એક સબળ વિરોધ પક્ષ તો હોવો જ જોઇએ જે શાસકોની ભૂલ સામે આંગળી ચીંધે! ખેર, હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વાણી વિલાસ છોડી નમ્ર બની જનતાની વચ્ચે રહી જનતાના કામો કરવા પડશે અને જનતાએ આ નેતા કામો ન કરે તો તેમના કાન આમળવા પડશે!
સુરત – ભાર્ગવ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.