અમદાવાદ: અમદાવાદ (AHMADABAD) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના(CORONA)ના પ્રકોપને કારણે ચારે તરફ અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ(HOSPITAL)ની બહાર એમ્બ્યુલન્સ(AMBULANCE)ની લાંબી લાઈનો લાગે છે. રેમડેસિવિર ઈન્જેકશન (REMDESIVIR INJECTION) લેવા પણ લાઈનો લાગે જોવા મળે છે, તો વળી સ્મશાન ગૃહ(CEMETERY)માં અંતિમ સંસ્કાર (CREMATION) માટે પણ લાંબી લાઈનો લાગે છે. બીજી તરફ આ તમામ લાઈનોમાં પહેલો નંબર આવે તે માટે પૈસાનો ખેલ ખેલાઈ (GAME OF MONEY) રહ્યો છે.
અમદાવાદમાં મૃત્યુની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જેથી સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે, અંતિમ સંસ્કાર ઝડપથી થાય વહેલા થાય તે માટે સ્મશાન ગૃહમાં પણ બે- પાંચ હજાર આપો તો તમારો નંબર પહેલો આવી જાય છે. તેવી સ્થિતિ જોવા મળી છે.અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા પોટલીયા સ્મશાનગૃહની જ વાત કરીએ તો રવિવારના દિવસે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની લાઇન લાગી હતી સવારે 11:00 વાગ્યાના સુમારે લગભગ 20 જેટલા મૃતદેહો લાઇન બંધ જોવા મળ્યા હતા. સ્મશાન ગૃહમાં પણ એક સાથે આટલા બધા મૃતદેહથી અફરાતફરી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
મૃતદેહ લઈને આવનાર દરેક સ્વજનો ઈચ્છી રહ્યા હતા કે, ઝડપથી તેમના સ્વજનોના મૃતદેહની અંતિમ વિધિ થાય, પરંતુ સ્મશાન ગૃહમાં પણ સંસાધનો ઓછા પડી રહ્યા હતા. સ્મશાનમાં મૃતદેહની ચિતા ગોઠવનારા સ્ટાફની પણ અછત સર્જાઈ છે. પરિણામે કેટલાક સ્વરજનોએ જાતે જ લારીમાં લાકડા ભરીને લાવવા પડે છે, અને જાતે જ લાકડા ગોઠવીને ચિતા તૈયાર કરવી પડે છે. બીજી તરફ વહેલા અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જે સ્વજનો પાચ-દસ હજાર રૂપિયા આપે તેમનો મૃતદેહ પહેલો અંતિમ સંસ્કાર માટે લેવાય છે. તેવું પણ બહાર આવ્યું છે. સ્મશાનભૂમિમાં પણ માનવતા મરી પરવાડી છે અને સ્મશાનગૃહમાં કામ કરતા લોકો સંવેદના વિહોણા બની ગયા છે, અને પૈસા લઈ ને વહેલા અંતિમ સંસ્કાર કરાવી આપવામાં પણ પાછીપાની કરતા નથી.