National

હવે કેદારનાથ, બદ્રીનાથ મંદિરની નજીક મોબાઈલ પર પ્રતિબંધ, રીલ્સ પણ નહીં બનાવી શકાય

હરિદ્વાર: ચારધામ યાત્રાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મુખ્ય સચિવ રાધા રતુરીએ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર પરિસરના 50 મીટરની અંદર રીલ બનાવવા અને વિડીયોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

મુખ્ય સચિવે અગાઉ 200 મીટરની ત્રિજ્યામાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરી હતી અને કહ્યું હતું કે નિયમોનું પાલન નહીં કરવાના સંજોગોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ ચારધામ યાત્રાને લઈને કહ્યું કે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ સમય દરમિયાન એવા ઘણા લોકો આવી રહ્યા છે જેઓ આસ્થા માટે નથી આવતા પરંતુ માત્ર ફરવા માટે આવી રહ્યા છે અને તેમની કેટલીક હરકતોથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અહીં આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. 

તેમણે કહ્યું કે યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્રો મોકલી રહ્યા છીએ કે કોઈ પણ શ્રદ્ધાળુએ નોંધણી વગરના વાહનમાં કે નોંધણી વગરની રીતે ન આવવું જોઈએ. ખૂબ જ કડક તપાસ કરવામાં આવી રહી છે.

ચારધામ પર યાત્રાળુઓનો ભારે ધસારો થતાં અરાજકતા
હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં અટવાયેલા છે. એક અંદાજ મુજબ આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં 44 % નો વધારો થયો છે. જેના કારણે સાકડા માર્ગ ઉપર અરાજકતા સર્જાઈ છે. ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ છે. લોકો 22થી 25 કલાક ભક્તો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા, ચાર ધામની યાત્રાએ આવી રહેલા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top