National

ઇન્દોરમાં નોટા 2 લાખનેે પાર, બન્યો નવો રેકોર્ડ, લાલવાણી 11 લાખ મતોથી આગળ

ઈન્દોરઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના (LokSabha Elections) સાત તબક્કા પૂરા થયા બાદ આજે મતગણતરી (Vote Counting) ચાલી રહી છે. આ દરમિયાન તમામની નજર મધ્યપ્રદેશની ઈન્દોર સીટ પર છે. હકીકતમાં, અહીં NOTAને અત્યાર સુધીમાં સૌથી વધુ મત મળ્યા છે. આ સાથે ઈન્દોરમાં ‘NOTA’ (ઉપરમાંથી કોઈ નહીં) એ બિહારના ગોપાલગંજનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. અહીં NOTAને 2 લાખથી વધુ વોટ મળ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સપ્ટેમ્બર 2013માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ‘NOTA’ બટન સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ સીટ પર ‘NOTA’ને સૌથી વધુ વોટ મળ્યા હતા. જેમાં આ વિસ્તારના 51,660 મતદારોએ ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો અને કુલ મતોમાંથી લગભગ પાંચ ટકા મત ‘NOTA’ના ખાતામાં ગયા હતા.

ભાજપના ઉમેદવાર લાલવાણી આગળ
ઈન્દોરના પરિણામોની દેશભરમાં ચર્ચા છે. કારણ કે ઈન્દોર લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી દેશની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે જ ઈન્દોરમાં NOTAને બે લાખ વોટ મળ્યા છે. આમ છતા પરિણામોમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 11 લાખ મતોથી આગળ છે. અગાઉ 2019 માં, ભાજપના સીઆર પાટીલે ગુજરાતની નવસર બેઠક 6,89,668 મતોથી જીતીને અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. શંકર લાલવાણી દેશની સૌથી મોટી જીતના માર્ગે છે.

કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી
વાસ્તવમાં ઈન્દોરમાં કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર અક્ષય કાંતિ બમએ નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 29 એપ્રિલે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું, જેનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. ત્યાર બાદ થોડા જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. પરિણામે કોંગ્રેસ આ બેઠકના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી કોંગ્રેસે સ્થાનિક મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ‘NOTA’ બટન દબાવીને ભાજપને પાઠ ભણાવવાની અપીલ કરી હતી.

Most Popular

To Top