આપણે ત્યાં કેટલાય કપલો મોંઘવારી કે નાના મકાન કે અન્ય કારણસર બાળકોને જન્મ આપવામાં કે લાવવામાં ઉત્સુક નથી હોતા અને જો લાવે છે તો એકાદ બાળક જ લાવવામા માને છે. પરિણામે ખાસ કરીને હિન્દુઓની વસ્તી ઘટતી જાય છે. જો આમ જ ચાલતું રહેશે તો પછી ઘણા સંબંધો આપોઆપ ઓછા થઈ જશે. જેવા કે ભાઇ-બહેન-કાકા-કાકી-માસા-માસી કે અન્ય સંબધી હશે જ નહીં અને ધંધાકીય વ્યવહારોમાં પણ તકલીફ આવી શકે છે. જો વેપારી તે પણ એકલો જ હોય અને તે કોઈ કારણસર અકાળે મૃત્યુ પામે તો તેને ઉધારમાં લીધેલા માલનાં રૂપિયા કોણ ચુકવશે? આવા સમયે માલ ધિરનાર વ્યાપારીઓ ઉઘરાણી કોની સામે કરે? આવા સમયે ઉઘરાણી ડુબવાની પુરી શક્યતા છે આમ કપલોનાં એક જ સંતાનથી આવનાર ભવિષ્યમાં વસ્તી નિયંત્રણ અનેક પ્રશ્ન ઉભા કરશે અને તે માટે પણ વિચારવું ખૂબજ જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એશિયા કપ પાકિસ્તાન ક્રિકેટ?
એશિયા કપ માટે બીસીસીઆઇને આટલી ઉત્તેજના કેમ છે? પાકિસ્તાન સાથે મેચ રમાડવાની એશિયાકપ વધારે છે કે દેશ સર્વોપરી છે? કેમ પહેલગામ એટેક અને આંતકવાદની ગતિવિધિ ભુલી ગયા. આપણે પાકિસ્તાનનું જળ રોકીએ છે પાકિસ્તાન સાથે એર સર્વિસ પણ બંધ છે, બધા સંબંધોને પૂર્ણવિરામ છે તો ક્રિકેટ માટે કેમ આટલી બધી લાગણી થઇ જાય છે. લોકોના મનમાંથી પહેલગામ એટેક અને કાશ્મીર ભુસાતું નથી. ક્રિકેટ માટે પણ એટલા જ પ્રેકટીકલ બનીને એનો બહિષ્કાર કેમ કરતા નથી. કોણ છે જે આવી ગતિવિધિને પ્રોતસાહન આપે છે. આ યોગ્ય નથી અને એશિયા કપ પાકિસ્તાન સાથે રમવો એટલે આપણા દેશ સાથે કોઇપણ દ્વિપક્ષીય સંબંધો પછી એ રમત હોય કે બીજા કોઇ ગતિ વિધિ બધે જ સંપૂર્ણ પણે બંધ હોવું જોઇએ આવા દોગલા પણ ચલાવી લેવાશે નહીં. ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇક તો ખરી જ પણ બધી રીતે સક્ષમ છે. એવો સંદેશ આસપાસનાં દેશને મળી ગયો છે.
પાલનપુર પાટિયા, સુરત- તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.