National

નૂહમાં જ્યાં રમખાણ થયા હતા ત્યાં ફરી જલાભિષેક યાત્રા કાઢવામાં આવશે, હિન્દુ મહાપંચાયતનો નિર્ણય

નૂહમાં (Nooh) હિંસા (Violence) બાદ આજે પલવલમાં હિન્દુ (Hindu) સંગઠનો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ જલાભિષેક યાત્રા 31 જુલાઈના રોજ નૂહમાં હિંસા બાદ રોકી દેવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર આજે બ્રજમંડળ જલાભિષેક યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. પંચ રતન સિંહે હિન્દુ મહાપંચાયતમાં (Maha Panchayat) નિર્ણય સંભળાવ્યો હતો. 28 ઓગસ્ટે સાવનનો છેલ્લો સોમવાર છે. આ દિવસે ફરી જલાભિષેક યાત્રા કાઢવામાં આવશે.

હિંદુ મહાપંચાયતે અપીલ કરી છે કે દરેકના ઘરમાં ગાય હોવી જોઈએ. સાથે જ 28મી ઓગસ્ટે ફરીથી શોભાયાત્રા કાઢવામાં આવશે તેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 31 જુલાઈના રોજ નૂહમાં હિંસા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બ્રજમંડલ જલાભિષેક યાત્રાને રોકવી પડી હતી. આ અંગે આ મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 28 ઓગસ્ટે સાવનનો છેલ્લો સોમવાર છે. આ દિવસે ફરી જલાભિષેક યાત્રા કાઢવામાં આવશે.

નૂહ હિંસાની તપાસ રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ NIA દ્વારા થવી જોઈએ તેવી બેઠકમાં માંગ કરવામાં આવી હતી. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. હિન્દુ મહાપંચાયતે હિંસામાં ઘાયલ થયેલા લોકોને 50 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. ઉપરાંત જેમને નુકસાન થયું છે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પીડિતોને વળતર આપવું જોઈએ. ઉપરાંત તમામ વિદેશીઓને નુહ જિલ્લામાંથી હાંકી કાઢવા જોઈએ તેવું પણ જણાવાયું હતું. હિંદુ મહાપંચાયતે કહ્યું કે જો લોકો સ્વરક્ષણ માટે શસ્ત્રો લે છે, તો સરકારે તેમના પર કડકાઈ લાદવી જોઈએ નહીં.

હિન્દુ મહાપંચાયતે પ્રસ્તાવ મૂક્યો કે મેવાતમાં કેન્દ્રીય દળનું મુખ્યાલય ખોલવું જોઈએ. તોફાનીઓની ઓળખ કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પંચાયતે સરકાર પાસે માંગ કરી છે કે નુહ જિલ્લાનો દરજ્જો નાબૂદ કરવામાં આવે. તેમજ આ વિસ્તારને ગૌહત્યા પ્રતિબંધિત જાહેર કરવો જોઈએ કારણ કે આ બધા ઝઘડાનું મૂળ છે.

મહાપંચાયતમાં લગભગ 5,000 લોકો એકઠા થયા હતા અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હરિયાણાના ગૌ રક્ષક દળના નેતા આચાર્ય આઝાદ શાસ્ત્રીએ ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદન આપીને વાતાવરણ ગરમ કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે તરત જ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેવાતમાં 100 શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવે. તેમણે કહ્યું કે રાઈફલ માટે લાઇસન્સ આપવું જોઈએ, બંદૂક નહીં, કારણ કે રાઈફલ્સ લાંબા અંતર સુધી ગોળીબાર કરી શકે છે.

Most Popular

To Top