વડોદરા: (Vadodra) વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક (Teacher) રાજ ભટ્ટના એક વાયરલ વિડીયોએ વિવાદ સર્જ્યો છે. શિક્ષક રાજભટ્ટે ઓનલાઇન ક્લાસ દ્વારા સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાય આઝાદી પહેલા અને આઝાદી પછીના રાજકીય શાસ્ત્ર વિષે જ્ઞાન આપ્યું હતું. કારેલીબાગની પાર્થ સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી અભ્યાસ આપવામાં આવે છે જયારે કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રના શિક્ષક રાજભટ્ટ ઓનલાઈન ક્લાસમાં ભણાવતા હતા.
તે સમયે અભ્યાસક્રમ સીવાય વિદ્યાર્થીઓને એવું જણાવ્યું હતું કે વર્ષો પહેલા ગોરખપુરમાં ઉપવાસ પર ઉતરેલા ભારતીય લોકો ઉપર બ્રિટીશ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થાય હતા અને કેટલાક લોકોના મોત પણ થયા હતા આ ઘટનાથી ગાંધીજીને ઝટકો લાગ્યો હતો અને બ્રિટિશ ભાઈઓને મારશો નહિ તેમ કહ્યું હતું . શિક્ષકે ગાંધીજી અને નહેરૂની (Gandhiji And Nehru) આ પોલીસી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો સાથે ગાંધીજી અને નેહરુની મીલીભગત હતી તેમ જણાવી ગાંધીજી સ્વદેશી સ્વદેશી કરતા હતા અને નહેરુ વિદેશી વિદેશી કરતા હતા. નહેરુ પ્રધાનમંત્રી બન્યા પછી 555 શિગાર લેવા ચાર્ટર પ્લેન વિદેશ મોકલવામાં આવતું હતું અને નહેરુ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર પ્લેનમાં થતી હતી. એવું પણ જણાવાયુ હતું કે, નેહરુ નવાબો સાથે પાર્ટી કરતા હતા અને લોકો ભૂખથી તરસતા હતા કોંગ્રેસમાં (Congress) કોઈ ગરીબ પરિવાર છે? બધા ચોર છે.
વિવાદિત શિક્ષણ બદલ શાળાએ શિક્ષકને નોટિસ આપી
કારેલીબાગની પાર્થ સ્કૂલના સમાજશાસ્ત્રના શિક્ષક રાજ ભટ્ટના વાયરલ વિડીયોનોએ વિવાદ સર્જ્યો હતો. ગાંધીજી અને નહેરુની મિલીભગત અંગેના કરેલા આપતી જનક નિવેદનથી શાળા શોભજનક સ્થિતિમાં મુકાય હતી. જોકે વિવાદ વધતા પાર્થ સ્કુલના સંચાલકોએ શિક્ષક રાજભટ્ટને નોટીસ આપી હતી અને શાળાના સંચાલકોએ શિક્ષકના નિવેદનને વખોડી નાખ્યું હતું.