હાઈવે પર ફૂલસ્પીડમાં દોડતી ગાડીઓ વચ્ચે ક્યારેક ને ક્યારેક અકસ્માતનો ભય રહે છે. ઘણી વખત કેટલાંય વાહનોના એટલા ભયાનક અકસ્માત થતાં હોય છે કે મોંઢામાંથી સિસકારો નીકળી જાય. હવે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનીસ્ટર નીતિન ગડકરીએ (Central Road Transport and Highway Minister Nitin Gadkari) એક આઈડિયા આપ્યો છે. આ આઈડીયા અમલમાં મુકવાથી હાઈવે પર અકસ્માતની સંખ્યા ઘટાડી શકાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જાણો શું છે તે આઈડીયા?
- રોડ એક્સીડેન્ટને ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની ભલામણ કરી
- કોર્મશિયલ વાહનોમાં ગાડી ચલાવતી વખતે ઉંઘની જાણકારી માટે સેંસર લગાવવાની પોલીસી પર કામ કરવાની સુચના આપી
- પાયલોટની જેમ ટ્રક ડ્રાઇવરોના કલાક પણ નક્કી હોવા જોઇએ
મંત્રી નિતિન ગડકરીએ રોડ એક્સીડેન્ટને (Highway Road Accident) ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની ભલામણ કરી છે. ઉપરાંત કોર્મશિયલ વાહનોમાં ડ્રાઇવરને ઉંઘ આવે છે કે કેમ તે જાણવા માટે સેન્સર (Alert Sensor) લગાવવા પર પણ ભાર મૂક્યો હતો. ગડકરીએ એક ટવીટ કરીને લખ્યું કે પાયલોટની (Pilot) જેમ ટ્રક ડ્રાઇવરોના (Truck Driver) કલાક (Duty)પણ નક્કી હોવા જોઇએ. એને કારણે થાકને કારણે થતી દુર્ઘટનાને ટાળી શકાશે.
ગડકરીએ વધુમાં કહ્યું કે, યુરોપિયન સ્ટાન્ડર્ડ મુજબ અધિકારીઓને કોર્મશિયલ વાહનોમાં ગાડી ચલાવતી વખતે ઉંઘની જાણકારી માટે સેંસર લગાવવાની પોલીસી પર કામ કરવાની સુચના આપી છે. તેમણે કહ્યું કે જિલ્લા સડક સમિતિઓની નિયમિત બેઠક બોલાવવા માટે મુખ્યમંત્રી અને કલેકટરને લેટર લખશે.
પાયલોટ અને ટ્રકડ્રાઈવરની ડ્યૂટીમાં શું છે ફરક?
મંત્રી ગડકરીએ ટ્રક ડ્રાઈવરને પાયલોટની જેમ ટ્રીટ કરવાની વાત કરી છે. તો એ સમજી લઈએ કે પાયલોટ અને ટ્રક ડ્રાઈવરની ડ્યૂટીના કલાકોમાં કેટલું અંતર છે. ભારતમાં પ્લેનના પાયલોટ માટે 24 કલાકમાં0 8 કલાકની ડ્યૂટી હોય છે. એક અઠવાડિયામાં 30 કલાક, મહિનામાં 125 કલાક, 90 દિવસમાં 270 કલાક, 1 વર્ષમાં 1000 કલાકની ડ્યૂટી નક્કી છે, જ્યારે ટ્રક ડ્રાઈવરના ડ્યૂટી માટે કોઈ જ ગાઈડલાઈન નથી. મોટાભાગના કિસ્સામાં એક જ ડ્રાઈવર 24થી 72 કલાક સુધી ડ્યૂટી કરે છે. મોટા ભાગે ડ્રાઈવરો રાત્રિના સમયે ટ્રક ચલાવવાનું પસંદ કરતા હોય છે. તેથી તેઓને પર્યાપ્ત ઊંઘ મળતી નહીં હોય અકસ્માતની સંખ્યા વધે છે.
વર્ષ 2019માં રોડ એક્સીડેન્ટમાં 1.31 લાખ લોકો મૃત્યુ પામ્યા
ભારતમાં વર્ષ 2015થી વર્ષ 2019 સુધીમાં જયાં રસ્તાઓની લંબાઇ 17 ટકા વધી છે, તો બીજી તરફ રજિસ્ટ્રડ ગાડીઓની સંખ્યામાં 41 ટકાનો વધારો થયો છે. વર્ષ 2015માં રજિસ્ટ્રડ ગાડીઓની સંખ્યા 21 કરોડ હતી, જે વર્ષ 2019માં વધીને 29.6 કરોડ થઇ ગઇ છે. વર્ષ 2015માં સડકની લંબાઇ 54.7 કિલોમીટર હતી, જે વર્ષ 2019માં 17 ટકા વધીને 63.9 કરોડ થઇ છે. વર્ષ 2015માં રોડ અકસ્માતમાં મરનારા લોકોની સંખ્યા 1, 46,113 હતી જે વર્ષ 2019માં ઘટીને 1,31, 714 થઇ છે.