સુરત : રવિવારે અડાજણ એલપી સવાણી રોડ ખાતે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ હોસ્પિટલ વિષે માહીતી આપતા ચેરમેન ડો. નિર્મલ ચોરારીયાએ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લગભગ ૪૨ વર્ષ પહેલા ૧૫-૫-૧૯૮૩ ના રોજ ૯ બેડ થી શરુઆત કરનાર નિર્મલ હોસ્પિટલ સુરતને ૧૨૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરતની જનતાને નવલું નજરાણું છે.
જેમાં ૪ અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પિટલમા હૃદય વિભાગમાં સારવાર તથા હૃદયને લગતા ઓપેરેશનો કરવામાં આવશે.
આ ઉપરાંત હાડકાં પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની, લેપ્રોસ્કોપી સ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટીવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝીઓથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
મુખ્ય મહેમાન ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી. સી. આર. પાટીલ સાથે ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી, વન મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી. મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્ય શ્રી. ગોવિંદભાઈ ધોળકિયા હાજર રહેશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. નિર્મલ ચોરારીયા, શ્રી. વિનોદ ચોરારીયા, ડૉ. કુશલ ચોસરિયા, શ્રી. સૌમ્ય ચોરસરીયા, ડૉ પ્રદીપ પેઠે, ડૉ.વિજય શાહ, તથા શ્રી. જતિન જોશી હાજર રહ્યા હતા.