વિદેશમાં જન્મેલી અભિનેત્રીઓ હવિ હિન્દી ફિલ્મોમાં એટલું બધું સ્થાન પામે છે કે આવનારા સમયમાં કોઈકે ફિલ્મોમાં કામ કરવું હોય તો પૂછાશે કે બ્રિટન, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં જન્મ્યા છો ખરા? એ બધાના ઈન્ટરવ્યુ કેટરીના કૈફ લેતી હોય એ પણ શક્ય છે. આપણો પ્રેક્ષક વિદેશમાં જન્મેલા અભિનેતાને ઝટ સ્વીકારતો નથી પણ કોઈ અભિનેત્રી વિદેશમાં જન્મી હોય તો તેને ગ્રીન ઝોનમાં પ્રવેશ મળી જાય છે.
નિકીતા ચઢાને તમે જાણો છો, એ પ્રશ્નનો ઉત્તર તરત ના જ મળશે. પણ ચારેક વર્ષ પહેલાં ‘મુબારકાં’માં આવી ચુકી છે અને હવે ‘પૃથ્વીરાજ’માં આવી રહી છે. નિકીતા વિશે એ જાણવું પણ રસપ્રદ છે કે તેના પિતા પંજાબી છે અને મમ્મી ગુજરાતી છે. બસ, આ કારણે તે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્માં દેખાય તો નવાઈ નહીં. પણ તેની કારકિર્દી ભારતની ફિલ્મોથી શરૂ નથી થઈ. અહીં કામ મળવું શરૂ થયું તે પહેલાં હોલીવુડની ‘કોર્નર શોપ: થેન્ક યુ, કમ અગેઈન’, ‘ડેથ ઓફ ધ નાઈલ’, ‘રોકેટમેન’, ‘જિગલ જિગલ’,‘એ ગેન ઓફ ટુ હેલ્વસ’, ‘સિન્દ્રેલા’ વગેરેમાં કામ કરી ચુકીહતી. 2019માં આવેલી ‘અલ્લાદીન’થી તેણે હોલીવુડ ડેબ્યુ કરેલું.
લંડનમાં જન્મેલી નિકીતા કથક નૃત્ય શીખેલી છે અને ગાયિકા પણ છે. ‘પૃથ્વીરાજ’ ફિલ્મમાં તે આઈટમ નંબર જ કરી રહી છે પણ સમય જતાં તે પોતાને એક્ટ્રેસ તરીકે જોવા માંગે છે. તેને સારી વેબસિરિઝમાં પણ રસ છે. અત્યાર પહેલાં તેણે અંગ્રેજીમાં ટી.વી. શ્રેણી કરી જ છે પણ હવે હિન્દી માટે તૈયાર છે.