Gujarat

કોરોનાની ત્રીજી લહેરના ભયને પગલે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂની મુદ્દત લંબાવી: રાત્રિના 12થી સવારે 6 સુધી રહેશે પ્રતિબંધ

રાજયમાં હજુયે કોરોનાની ત્રીજી લેહરનો ભય રહેલો છે ત્યારે સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા હવે રાજયના 8 મહાનગરોમાં રાત્રી કફર્યુ (Night Curfew) હવે આગામી તા.10મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. હજુ એક મહિના સુધી લોકોએ રાત્રિ કરફ્યૂના પ્રતિબંધોનું પાલન કરવું પડશે. નવરાત્રિ બાદ લોકો દિવાળીમાં પણ રાત્રિ દરમિયાન ફરવા જઈ શકશે નહીં. તમામ તહેવારો કોરોનાની ગાઈડલાનનું પાલન કરીને જ ઉજવવા પડશે.

ગૃહ વિભાગના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર , રાજયમા અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં રાત્રી કફર્યુની મુદત 10મી ઓકટો. સુધીની હતી. આજે સરકારે તેની સમીક્ષા કરીને હવે રાત્રી કફર્યુની મુદત આગામી 10મી નવે. સુધી લંબાવી છે. આ 8 મહાનગરોમાં હવે રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. ગૃહ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર અગાઉ જે છૂટછાટો તથા જે નિયંત્રણો જાહેર કરાયા છે, તે યથાવત રહેશે.

આઅગાઉ 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ હતું. અગાઉ ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે 10 ઓક્ટોબર સુધી રાજ્યનાં આઠ શહેરમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા નોરતે નવું જાહેરનામું આવ્યું છે, જેમાં નવરાત્રિ દરમિયાન ગરબાનો સમયમાં કોઈ વધારો કે ઘટાડો કરાયો નથી.

ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને કોરોના અંગેની ગાઇડલાઇન્સ અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ તેમજ અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. એમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ કર્યું હતું. જોકે ગણેશોત્સવ દરમિયાન જ નવી સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડીને 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દીધો હતો.

Most Popular

To Top